બનાસકાંઠા: બદલી-પોસ્ટિંગમા રાજકીય ભલામણ સામે ડીડીઓ નતમસ્તક!

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગનો મામલો વધુ ગરમાવો છે. સત્તા ડીડીઓ અને ડેપ્યુટી ડીડીઓને હોવાં છતાં રાજકીય ભલામણ કામ કરી ગઈ છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છતાં ભાજપની ભલામણ કામ કરાવવામાં સફળ રહ્યાનું સામે આવ્યું છે. જેનાથી વહીવટી આલમમાં ગ્રહણની સ્થિતિ બની છે. જિલ્લા પંચાયતમાં મલાઈદાર ટેબલ ભોગવતાં કર્મચારીઓ ભલામણને
 
બનાસકાંઠા: બદલી-પોસ્ટિંગમા રાજકીય ભલામણ સામે ડીડીઓ નતમસ્તક!

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગનો મામલો વધુ ગરમાવો છે. સત્તા ડીડીઓ અને ડેપ્યુટી ડીડીઓને હોવાં છતાં રાજકીય ભલામણ કામ કરી ગઈ છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છતાં ભાજપની ભલામણ કામ કરાવવામાં સફળ રહ્યાનું સામે આવ્યું છે. જેનાથી વહીવટી આલમમાં ગ્રહણની સ્થિતિ બની છે.

જિલ્લા પંચાયતમાં મલાઈદાર ટેબલ ભોગવતાં કર્મચારીઓ ભલામણને કારણે ફરી એકવાર સારી જગ્યા મેળવવામાં સફળ રહ્યા છે. બદલી અને પોસ્ટિંગમા મોટાપાયે રાજકીય અને સામાજિક ભલામણ કરવામાં આવી હતી. જેમાં અનેક કર્મચારીઓનો દાવ સફળ રહેતાં ડીડીઓની સત્તા અને કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

સૌથી મહત્વની વાત એ છે કે, બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોવા છતાં ભાજપના આગેવાનોની ભલામણ સફળ સાબિત થઈ છે. આવી સ્થિતિમાં વિવિધ ભલામણ અને સુચનો સામે ડીડીઓ બી.એ.શાહ નતમસ્તક થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બાંધકામ, શિક્ષણ, વિકાસ અને તે સિવાયના ગ્રાન્ટવાળા ટેબલ માટે એકથી વધુ ભલામણો થઈ હતી.