અટલ સમાચાર,થરાદ
બનાસકાંઠા જીલ્લામાં હમણાંથી અકસ્માતોની વણઝાર જામી હોય તેમ ગુરૂવારે એક અકસ્માતમાં ર લોકોના મોત થયા છે. વિગત અનુસાર બનાસકાંઠાના થરાદ-સાંચોર હાઇવે ઉપર ગુરુવારે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.
ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.