આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સફેદ ગાડીમાં આવેલા અજાણ્યા શખસોએ આંગડીયા પેઢીના કર્મચારીને તિક્ષ્ણ હથિયારોના ઘા માર્યા હતા. લૂંટારૂઓએ ફિલ્મી ઢબે આવી બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી ઘડીભર માટે ડીસા શહેરને બાનમાં લેતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. આ સાથે બનાસકાંઠામાં ધોળા દિવસે બનેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર અનેક સવાલો ઉભા થયા છે.

Video:

ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં ધોળા દિવસે ગાડીમાં આવેલા અજાણ્યા શખસો ધોળા દિવસે હાથમાં તમંચા અને તિક્ષ્ણ હથિયારોથી શહેરમાં રીતસરનો આતંક મચાવી મુક્યો હતો. જેમાં એક આંગડીયા પેઢીના કર્મચારી કે.અશ્વીન નામના શખસને મારક હથિયારના ઘા ઝીંકી લોહીલુહાણ કરી મુક્યો હતો. અને તેની પાસેથી બે બેગમાં ભરેલા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. લૂંટાયેલી રકમની પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ લાખો રૂપિયા હોવાનું અનુમાન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. લૂંટની ઘટના બનતા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને ગુનાની વિગત લઈ લૂંટારૂઓની તપાસમાં લાગી છે.

deesa lunt (1)

ઈજાગ્રસ્ત આંગડીયા પેઢીનો કર્મચારી તેના ઉપર થયેલ હૂમલો અને લૂંટથી હતપ્રભ બની ગયો હતો. શરીરે તિક્ષ્ણ હથિયારોના લૂંટારૂઓએ ઘા ઝીંકતા તેને લોહીલુહાણ હાલતમાં ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઈ શહેરમાં અજંપાભરી સ્થિતિ બની જવા પામી છે. અને ધોળા દિવસે બનેલી દિલધડક લૂંટની ઘટનાને લઈ કાયદો વ્યવસ્થા સામે લોકોમાં સવાલ ઉભા થયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code