આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ધાનેરા

બનાસકાંઠાના ધાનેરા બસ સ્ટેન્ડના શૌચાલયમાં ખંભાતી તાળા મારવામાં આવ્યા છે.  જાણીને નવાઇ લાગશે કે આ તાળા માત્ર દારૂડીયાઓના કારણે મારવાની નોબત આવી છે. આમ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા કરોડો રૂપિયા ખર્ચીને ઘર ઘર શૌચાલય બનાવવામાં આવ્યા છે. પણ ધાનેરામાં બસ સ્ટેન્ડ પર તો બનેલા શૌચાલયને પણ લોક મારવાની ફરજ પડી છે. ધાનેરા તાલુકો રાજસ્થાનને અડીને આવેલો તાલુકો હોવાથી અહીંયા દારૂનો વેપલો વધુ છે. જેના કારણે ધાનેરા પોલીસ લાખો રૂપિયાનો દારૂ પકડી પોલીસ એક્ટિવ હોવાનો દાવો કરી રહી છે. તો ધાનેરામાં ફરતા દારૂડિયા સામે પગલાં લેતા કેમ ખચકાઇ રહી છે ? તેવો સવાલ મુસાફરોમાં ઉઠયો છે. આવા દારૂડિયાઓના કારણે બસ સ્ટેન્ડમાં આવેલું મહિલા શૌચાલય બંધ કરવાનો વારો આવ્યો છે.

સમગ્ર મામલે સફાઇ કર્મચારીએ જણાવ્યુ હતુ કે, શૌચાલયમાં દારૂની બોટલો પડેલી હોય છે. ધાનેરા બસ સ્ટેન્ડમાં સાંજે દારૂની મહેફિલ થતી હોય છે. તો વળી દિવસે પણ અમુક લોકો શૌચાલયમાં જઇને દારૂ પી રહ્યા છે. આ મામલે ઇન્ચાર્જ મેનેજરે પણ કબલ્યુ હતુ કે, ધાનેરા બસ સ્ટેન્ડ અસામાજિક તત્વો નો અડો બની ગયો છે. જેની જાણ પોલીસ ને કરવા છતાં પણ પોલિસ પગલાં લેતી નથી, પરિણામે દારૂડિયા ને મોકળું મેદાન મળી ગયું છે.

ધાનેરા બસ સ્ટેન્ડમાં સીસીટીવી કે અન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી. નોર્મલ શૌચાલય બનાવવામાં આવ્યા છે. આ શૌચાલય પણ દારૂડિયાના ત્રાસ થી બંધ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહયા છે. લાખો રૂપિયાની દારૂ પકડતી પોલીસ ધાનેરા બસ સ્ટેન્ડમાં કેમ પહોંચતી નથી ? ધાનેરા શહેરની જવાબદારી સાંભળતા પોલીસ અધિકારીને જાણ નથી ? કે જાણી જોઈ આંખ આડા કાન કરી રહી છે. આવા અનેક સવાલો ધાનેરાની જનતામાં ઉભા થઇ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, ધાનેરા પોલીસ આવા દારૂડિયા સામે ક્યારે પગલાં લે છે ?

23 Oct 2020, 3:14 AM (GMT)

COVID-19 Global Stats

42,149,509 Total Cases
1,144,835 Death Cases
31,265,623 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code