AAP@બનાસકાંઠા: પાકિસ્તાનની નાપાક હરકતનો વિરોધ, ઇમરાનનું પુતળુ બાળ્યું

અટલ સમાચાર.પાલનપુર બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાલનપુરના ગુરુનાનાક ચોક ખાતે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પૂતળું બાળવામાં આવ્યું હતું. પાકિસ્તાને ગુજરાતના જુનાગઢ સહિત કચ્છના સીમા વિસ્તારને પોતાના નકશામાં દર્શાવી અવળચંડાઇ કરતા રોષ પ્રસર્યો છે. આમ આદમી પાર્ટી દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે હંમેશા કટિબદ્ધ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પાકિસ્તાને તાજેતરમાં
 
AAP@બનાસકાંઠા: પાકિસ્તાનની નાપાક હરકતનો વિરોધ, ઇમરાનનું પુતળુ બાળ્યું

અટલ સમાચાર.પાલનપુર

બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાલનપુરના ગુરુનાનાક ચોક ખાતે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પૂતળું  બાળવામાં આવ્યું હતું. પાકિસ્તાને ગુજરાતના જુનાગઢ સહિત કચ્છના સીમા વિસ્તારને પોતાના નકશામાં દર્શાવી અવળચંડાઇ કરતા રોષ પ્રસર્યો છે. આમ આદમી પાર્ટી દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે હંમેશા કટિબદ્ધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાકિસ્તાને તાજેતરમાં એક નાપાક હરકત કરી છે. સીમા ઉપરના બળતા અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાન ખાને નવો નકશો બહાર પાડ્યો છે જે અંતર્ગત પાકિસ્તાને સમગ્ર કાશ્મીર સાથે ગુજરાતના કચ્છનો સરહદી પ્રદેશ તેમજ જૂનાગઢ અને માણાવદરને પોતાના પ્રદેશનો હિસ્સો બતાવ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પાકિસ્તાનની આ નાપાક વૃત્તિનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા માગણી કરે છે દેશના પ્રધાન મંત્રી મોદીજી આંતરરાષ્ટ્રીય સરહદો બાબતે તાત્કાલિક એક્સન લે.

બનાસકાંઠા જિલ્લા ઉપાધ્યક્ષ યાસીન મકરાની, જિલ્લા યુવા રાકેશ ચૌધરી, પાલનપુર શહેર પ્રમુખ જગદીશ પરમાર,બાહોશ કાર્યકર રવિભાઈ સોની,લખમનભાઈ પરમાર ,શર્માજી,સરદારભાઈ તથા ડીસા તાલુકા પ્રમુખ કાંતિભાઈ અનાવડીયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહયા હતા. પૂતળા દહન બાદ તરત પાલનપુર પૂર્વ પોલીસે બધાને અટક કર્યા હતા.