બનાસકાંઠા જિલ્લાના વેપારીમથક ડીસા હાઈવે પર દબાણો દૂર કરાયા

અટલ સમાચાર, રામજીભાઈ રાયગોર છેલ્લા કેટલા સમયથી બનાસકાંઠા જિલ્લાના ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી જોર પકડી રહી છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ઓવરબ્રિજનુ 3 ફેબ્રુઆરીના દિવસે ભૂમિપૂજન કરવામાં આવશે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નેશનલ હાઈવેના રોડની આસપાસ ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈ ડીસાની
 
બનાસકાંઠા જિલ્લાના વેપારીમથક ડીસા હાઈવે પર દબાણો દૂર કરાયા

અટલ સમાચાર, રામજીભાઈ રાયગોર

છેલ્લા કેટલા સમયથી બનાસકાંઠા જિલ્લાના ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી જોર પકડી રહી છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ઓવરબ્રિજનુ 3 ફેબ્રુઆરીના દિવસે ભૂમિપૂજન કરવામાં આવશે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નેશનલ હાઈવેના રોડની આસપાસ ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જેને લઈ ડીસાની પાર્થના હોસ્પિટલ થી ખેરાજ કીરી સુઘીના રોડ ઉપર કરાયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા જયારે બીજીતરફ રાજમદિર થી બટાકા સર્કલ સુધીના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા. જેથી દબાણદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના વેપારીમથક ડીસા હાઈવે પર દબાણો દૂર કરાયા

ડીસા હાઈવે ઉપર કેટલાય શોપિંગ સેન્ટરો શરતભંગમાં જોવા.મળી રહ્યા છે જે જગ્યા ઉપર સરકાર પણ દબાણ કરી શકતાં નથી ત્યાં બિલ્ડર લોબીઓ દ્વારા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો ઉભા કરી દેવામાં આવ્યા છે જે કયારે દુર કરાશે. હરવખતે દબાણ હટાવ ઝુંબેશ દ્વારા માત્ર ગરીબોના દબાણો દુર કરવામાં આવશે. ત્યારે હવે જયારે ઓવરબ્રિજની કામગીરી ચાલુ થવાની છે. ત્યારે આ બિલ્ડર લોબીઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો જયાં કોઈપણ જાતની સરકાર ના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.

તેવા શોપિંગ સેન્ટરો ના દબાણો દુર કરવામાં આવશે. કે કેમ તેવા સવાલો લોકો નેશનલ હાઈવે ઓથોરીટી ના સતાઘિશો ને પુછી રહ્યા છે, જયારે તાજેતરમાં ગુજરાત નગરપાલિકા ના નિયામક દ્વારા પાકિંગ ની સુવિધા વગરના શોપિંગ સેન્ટરમાં પાકિંગની જગ્યા ખુલ્લી કરાવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ આદેશ નો પાલન ડીસા નગરપાલિકા દ્વારા કયારે અમલમાં મુકવામાં આવશે. કયારે ડીસાના શોપિંગ સેન્ટરોમાં પાકિંગ ની જગ્યાઓ કયારે ખાલી કરાવામાં આવશે જો આ આદેશનું ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી પાલન કરવામાં આવે તો ડીસા શહેરમાં ટ્રાફીક સમસ્યા દૂર થઈ શકે છે.