આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માટે તા.૧૦/૦૩/૨૦૧૯ના રોજથી બનાસકાંઠા જિલ્લામાં સભા, સરઘસ, રેલી, લાઉડ સ્પીકર, હંગામી ચૂંટણી કચેરી, હેલીકોપ્‍ટર-હેલીપેડની ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો દ્વારા પરવાનગી મેળવવા બાબતે જિલ્લાકક્ષાએ તથા તમામ વિધાનસભા મતદાર વિભાગ કક્ષાએ સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે. સિંગલ વિન્ડો સીસ્ટમના અમલીકરણ માટે એફ.એ.બાબી નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના ડીસ્ટ્રીકટ નોડલ અધિકારી સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે નિમણુંક કરવામાં આવી છે. સિંગલ વિન્ડો સિસ્ટમને લગતી રજૂઆત બાબતોનો સંપર્ક કરી શકાશે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત સિંગલ વિન્ડો સીસ્ટમના અમલીકરણ માટે ૦૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્‍ટ તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં વિધાનસભા મતદાર વિભાગકક્ષાએ પણ નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code