બનાસકાંઠાઃ કોરોના સામેની લડતમાં અત્યાર સુધી રાહત ફંડમાં રૂ. 3.27 કરોડનું દાન

અટલ સમાચાર, પાલનપુર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો જબરદસ્ત પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે બનાસકાંઠા જિલ્લામાં સહાયનો ધોધ અવિરતપણે વહી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભામાશા દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો દ્વારા આ મહામારી સામે લડવા ઉદાર હાથે ફાળો આપવામાં આવી રહ્યો છે. ગઇકાલ તા. ૮ એપ્રિલ-૨૦૨૦ સુધી જિલ્લામાંથી મુખ્યમંત્રી રાહત
 
બનાસકાંઠાઃ કોરોના સામેની લડતમાં અત્યાર સુધી રાહત ફંડમાં રૂ. 3.27 કરોડનું દાન

અટલ સમાચાર, પાલનપુર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો જબરદસ્ત પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે બનાસકાંઠા જિલ્લામાં સહાયનો ધોધ અવિરતપણે વહી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભામાશા દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો દ્વારા આ મહામારી સામે લડવા ઉદાર હાથે ફાળો આપવામાં આવી રહ્યો છે. ગઇકાલ તા. ૮ એપ્રિલ-૨૦૨૦ સુધી જિલ્લામાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૨,૯૧,૮૮,૧૯૭/- પીએમ કેર ફંડમાં રૂ. ૨૭,૪૩,૫૦૦/- અને કલેક્ટર બનાસકાંઠાના ડિઝાસ્ટર રાહત ફંડમાં રૂ.૭,૭૧,૫૦૦/- દાન મળ્યું છે. આમ અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાંથી કુલ રૂ. ૩,૨૭,૦૩,૧૯૭/- નું દાન કોરોના મહામારી સામે લડત આપવા માટે મળ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ વિશ્વવ્યાપી કોરોના વાયરસની લડતમાં પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેટ દ્વારા આરોગ્યની પીપીઇ કીટ માટે રૂ. ૪,૦૦,૦૦૦/- અને વેન્ટિલેટર ખરીદવા માટે રૂ.૮,૬૫,૦૦૦/- આમ કુલ રૂ.૧૨,૬૫,૦૦૦/-નું દાન મુખ્યમંત્રી રાહત ફંડના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યું છે. જેનો પત્ર પાવરગ્રિડ કોર્પોરેશનના અધિકારીઓએ બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સિનિયર જનરલ મેનેજર એમ.એસ.ઠાકુર, ચીફ મેનેજર બી.એસ.વી.આર.સોમાયા જુલુ, એન્જીનિયર ધવલ શર્મા અને પ્રકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.