ખળભળાટ@બનાસકાંઠા: શિક્ષણના મકાનોનું ઈન્સ્પેક્શન કાગળ પર, ભૂતિયા ઇજનેરો હોવાનું ખુલ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી બનાસકાંઠા જિલ્લામાં ચાલતી સર્વ શિક્ષા અભિયાનની એક મહત્વની કામગીરીને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. શાળાઓનાં મકાનોનું બાંધકામ ચકાસવાની કામગીરી કાગળ ઉપર હોવાનો ઘટસ્ફોટ થઈ ગયો છે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનના ઈજનેરો સાઈટ ઉપર આવતાં જ નથી એવું પકડાઇ ગયું છે. ટેન્ડર મુજબ શાળાનું બિલ્ડિંગ ચકાસવા માટે નિયુક્ત 25 ઈજનેર
 
ખળભળાટ@બનાસકાંઠા: શિક્ષણના મકાનોનું ઈન્સ્પેક્શન કાગળ પર, ભૂતિયા ઇજનેરો હોવાનું ખુલ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

બનાસકાંઠા જિલ્લામાં ચાલતી સર્વ શિક્ષા અભિયાનની એક મહત્વની કામગીરીને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. શાળાઓનાં મકાનોનું બાંધકામ ચકાસવાની કામગીરી કાગળ ઉપર હોવાનો ઘટસ્ફોટ થઈ ગયો છે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનના ઈજનેરો સાઈટ ઉપર આવતાં જ નથી એવું પકડાઇ ગયું છે. ટેન્ડર મુજબ શાળાનું બિલ્ડિંગ ચકાસવા માટે નિયુક્ત 25 ઈજનેર પૈકી 20થી વધુ ભૂતિયા હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. થરાદની મુલાકાત દરમ્યાન સર્વ શિક્ષા અભિયાનના અધિકારીને ધ્યાને આવતાં મોટો ઘટનાક્રમ સર્જાયો છે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કાગળ ઉપર થતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. અનેક ઈજનેરો એકથી વધુ જગ્યાએ જવાબદારી નિભાવતા હોઈ કથિત સંગઠિત ભ્રષ્ટાચાર બાબતે પણ સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@બનાસકાંઠા: શિક્ષણના મકાનોનું ઈન્સ્પેક્શન કાગળ પર, ભૂતિયા ઇજનેરો હોવાનું ખુલ્યું

બનાસકાંઠા જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાનના બાંધકામની થર્ડ પાર્ટી ચકાસણી શંકાસ્પદ બની છે. સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેરની કચેરી દ્વારા વેપ્કોસ નામે ટીઆરપી નક્કી કરી સરેરાશ કરોડોના કામોનું ઇન્પેક્શન અપાયુ છે. સમગ્ર જિલ્લા માટે ટેન્ડર મુજબ 25 ઈજનેરો ઈન્સ્પેક્શન કરવા નક્કી થયા હતા. ટેન્ડરની જોગવાઈ મુજબ દોઢ વર્ષ દરમ્યાન ઉભી થનાર બિલ્ડિંગોમાં આ 25 ઈજનેરો પૈકી અનેક ઈજનેરો ભૂતિયા હોવાનું સામે આવ્યું છે. 25ને બદલે માત્ર બેથી ચાર ઈજનેર ક્યારેક સાઇટ ઉપર જાય છે. જ્યારે બાકીની સાઇટો ઈન્સ્પેક્શન વગર ઉભી થઈ રહી છે. જાણવા અનુસાર તાજેતરમાં થરાદ તાલુકાની સાઇટ વિઝિટ કરતાં વેપ્કોસના ઈજનેરો ગેરહાજર માલૂમ પડતાં દોડધામ મચી ગઇ હતી. આ બાબત તાલુકા અને જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરને ધ્યાને આવતાં મોટો ઘટનાક્રમ સર્જાયો હતો.

ખળભળાટ@બનાસકાંઠા: શિક્ષણના મકાનોનું ઈન્સ્પેક્શન કાગળ પર, ભૂતિયા ઇજનેરો હોવાનું ખુલ્યું

સૂત્રોએ જણાવ્યું હતું કે, એસએસએ દ્વારા વેપ્કોસને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની કામગીરી અપાઇ છે. જેના 25 માંથી 20થી વધુ ઈજનેર સતત ગેરહાજર રહેતાં ભૂતિયા બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે થર્ડ પાર્ટીના અનેક ઈજનેર એકથી વધુ સ્થળે જવાબદારી નિભાવતા હોઇ બિલ્ડિંગની ગુણવત્તા અને નાણાકીય પારદર્શકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ખળભળાટ@બનાસકાંઠા: શિક્ષણના મકાનોનું ઈન્સ્પેક્શન કાગળ પર, ભૂતિયા ઇજનેરો હોવાનું ખુલ્યું

જાણકાર સૂત્રોનું માનીએ તો કાગળ ઉપર 25 ઈજનેર બતાવી માત્ર 2થી 4 ઈજનેર પાસે કામ લેવાઈ રહ્યું છે. ટેન્ડરની રકમ મુજબ અભ્યાસ કરીએ તો 25 પૈકી એક ઇજનેરને સરેરાશ 8થી 10 હજાર પગાર આવી શકે. આવી સ્થિતિમાં ગણતરીના ઈજનેર રાખી નાણાંકિય બાબતો મજબૂત કરવામાં આવી છે. જેના લીધે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કામગીરી અનેક રીતે શંકાસ્પદ બની છે.

ખળભળાટ@બનાસકાંઠા: શિક્ષણના મકાનોનું ઈન્સ્પેક્શન કાગળ પર, ભૂતિયા ઇજનેરો હોવાનું ખુલ્યું

એક જ જગ્યાએ ફરજ હોવી જોઈએ

આ બાબતે સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર ચોક્સીએ જણાવ્યું હતું કે, ટીપીઆઇ હેઠળ કામ કરતાં ઈજનેર એકથી વધુ જગ્યાએ ફરજ બજાવી શકે નહિ. જો આવી બાબતો ધ્યાને આવશે તો તપાસને અંતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એક ઇજનેરનો સ્વિકાર “હા બે જગ્યાએ ફરજ છે”

બનાસકાંઠા જિલ્લામાં ટીપીઆઇ તરીકે નિયુક્ત કન્સલ્ટન્ટ હેઠળ ફરજ બજાવતા એક ઇજનેર દ્વારા જણાવાયું હતું કે, હા એક ઈજનેર બે જિલ્લામાં અલગ અલગ જવાબદારી નિભાવે છે. જોકે અમે લોકો બધું કામ ખૂબ સરસ રીતે કરીએ છીએ એવું પણ કહ્યું હતું. આવી સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક બિલ્ડિંગની થર્ડ પાર્ટી તપાસ શંકાસ્પદ બની છે.

અગાઉ બનેલી દુર્ઘટનાથી શિખવું જોઈએ- નિલેશ દવે

આ બાબતે નિલેશ દવેએ જણાવ્યું હતું કે, અગાઉ તાપી જિલ્લામાં એક શાળાનું બિલ્ડિંગ તૂટી ગયું હતું, જેમાં દુર્ઘટના બનતાં તપાસ થઈ હતી. તે વખતે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉભા થયા હતા. આ પછી ટીપીઆઇના ઈજનેરોની કામગીરી વધુ કડક અને પારદર્શક કરવાને બદલે શંકાસ્પદ બનતી ગઈ છે.