studnt02
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

ભગવાન રાયગોર, કાંકરેજ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમણાં ગામે એક એવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેની શાળાના આચર્યએ ઢોર માર મારતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવો પડ્યો હતો. વિદ્યાર્થી પરના જુલમથી વાલીઓમાં આચર્ય સામે ફિટકારની લાગણી ઉદભવી છે.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમણાં ગામે આવેલ ઉત્તર બુનિયાદ સ્કુલમાં અભ્યાસ કરતો અક્ષય દેસાઈ ધોરણ 11માં અભ્યાસ કરે છે. ગત દિવસે અગમ્ય કારણસર શાળામાંથી રજા લઇ ઘરે જતો હતો ત્યારે શાળાના આચર્ય પ્રધાનજી રાઠોડે વિદ્યાર્થીને પાછો બોલાવી પટ્ટા અને ધોકા વડે ઢોર માર મારતા વિદ્યાર્થીના શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. પટ્ટાના ઘા વધુ પડતા લાગતા આ સમગ્ર વાત વિદ્યાર્થીએ તેના પરિવારજનોને કરતા પરિવારે હાઇસ્કુલના આચાર્ય સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ને સારવાર અર્થે શિહોરી રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે વિદ્યાર્થીના પરિવારજનોએ શાળાના આચાર્ય સામે યોગ્ય પગલાં ભરવાની ઉગ્ર માગ કરી છે અને વિદ્યાર્થીને  આચાર્ય દ્વારા માર મારતા શિહોરી પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code