બનાસકાંઠાઃ એલસીબીએ ગેરકાયદેસર બંદૂકધારીને ઝડપ્યો

અટલ સમાચાર, પાલનપુર, ડીસા બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમીરગઢ પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક રાખતા શખસને ઝડપી લીધો હતો. પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર પી.એલ.વાધેલા એલ.સી.બી પાલનપુર, પો.સબ ઈન્સ્પેક્ટર એન.એન.પરમાર. તથા એ.એસ.આઇ પ્રવિણસિહ તથા કોન્સ્ટેબલ જયપાલસિહ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન મેતાબસિહ મણીસિહ ચૌહાણ રહે.ચૈહાણગઢ તા.અમીરગઢ જી.બનાસકાંઠા
 
બનાસકાંઠાઃ એલસીબીએ ગેરકાયદેસર બંદૂકધારીને ઝડપ્યો

અટલ સમાચાર, પાલનપુર, ડીસા

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમીરગઢ પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક રાખતા શખસને ઝડપી લીધો હતો.

પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર પી.એલ.વાધેલા એલ.સી.બી પાલનપુર, પો.સબ ઈન્સ્પેક્ટર એન.એન.પરમાર. તથા એ.એસ.આઇ પ્રવિણસિહ તથા કોન્સ્ટેબલ જયપાલસિહ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

આ દરમિયાન મેતાબસિહ મણીસિહ ચૌહાણ રહે.ચૈહાણગઢ તા.અમીરગઢ જી.બનાસકાંઠા વાળો પોતાના ખેતરમા આવેલ રહેણાંક છાપરેથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટની એક નાળી ઉપર ભરવાની હાથ બનાવટની બંદુક મળી આવી હતી. જેની કિ.રૂ 2000/-કબજે કરી હતી. તેમજ આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની અમીરગઢ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.