આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ એન.એન.પરમાર, પ્રો.પો.સ.ઇ. એલ.સી.બી.,એલ.સી.બી સ્ટાફના દિગ્વિજયસિંહ, મહેશભાઈ, જયપાલસિંહ, ભરતભાઇ, ધેગાજી તથા લક્ષ્મણસિંહની ટીમેં છાપી પો.સ્ટે. વિસ્તારમાં મહેંદીપુરા ગામે નાકાબંધીમાં હતા.

આ દરમ્યાન પાલનપુર તરફથી એક સ્કોડા ફાબિયા ઉભી રખાવતા અંધારાનો લાભ લઇ વાહન ચાલક તથા અન્ય એક ઈસમ નાસી ગયા હતા. જેથી પોલીસે તપાસ કરતા સ્કોડા ફાબિયા ગાડી નં. GJ- 06- ED- 8811 મા વગર પાસ પરમીટે ગે.કા.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરની બોટલો નંગ-૯૬૪ કુલ કિ.રૂ.૯૬,૪૦૦ તથા ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ મુદૃામાલ કિ.રૂ.૨,૯૬,૪૦૦નો મળી આવેલ તથા બંને ઈસમો નાસી જઈ ગુનો કરેલ હોઈ જેની વિરુદ્ધ છાપી પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code