બનાસકાંઠા એલસીબીએ વરલી મટકાનો જુગાર રમતા ચાર ઝડપ્યા

અટલ સમાચાર, પાલનપુર, ડીસા ધાનેરા વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબીએ રેડ પાડી વરલી મટકાનો જુગાર રમતા ચારને ઝડપી પાડ્યા હતા. રોકડ રકમ સાથે પકડાયેલ મુદ્દામાલ કબજે ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધાયેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા પોલીસ અધિક્ષકપ્રદીપ સેજુળની સુચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર પી.એલ.વાઘેલા, એલ.સી.બી. પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના કુલદીપસિંહ, નિકુલસિંહ, મીલનદાસની સહિતની પોલીસ ટીમને કેટલાક
 
બનાસકાંઠા એલસીબીએ વરલી મટકાનો જુગાર રમતા ચાર ઝડપ્યા

અટલ સમાચાર, પાલનપુર, ડીસા

ધાનેરા વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબીએ રેડ પાડી વરલી મટકાનો જુગાર રમતા ચારને ઝડપી પાડ્યા હતા. રોકડ રકમ સાથે પકડાયેલ મુદ્દામાલ કબજે ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધાયેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા પોલીસ અધિક્ષકપ્રદીપ સેજુળની સુચના  ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર પી.એલ.વાઘેલા, એલ.સી.બી. પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના કુલદીપસિંહ, નિકુલસિંહ, મીલનદાસની સહિતની પોલીસ ટીમને કેટલાક લોકો વરલી મટકાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેથી ધાનેરા ટાઉનમાં રેડ કરતા વરલી મટકા રમાઈ રહ્યો હોવાનું બાતમી સાચી પડી હતી. અને એલસીબીએ વિનાવિલંબે ચાર ઈસમોને પકડી પાડ્યા હતા.

ઝડપાયેલ જુગારીઓ પાસેથી રૂપિયા 14,120/- તથા જુગારના સાહિત્ય મળી કુલ રૂ 14,120/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ચાર સામે ગુનો નોંધાયેલ જ્યારે સાકીરભાઇ હુસેનભાઇ બેલીમ રહે.ધાનેરા જુમ્મા મસ્જિદ પાસે તા.ધાનેરાવાળો હાથ લાગ્યો ન હતો. જે તમામ વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાયેલ છે.

ઝડપાયેલ આરોપીઓઃ

(૧) તનવિર મહોમદ બેલીમ રહે.ધાનેરા બેલીમવાસ તા.ધાનેરા.
(૨) સિકંદરખાન સુમારભાઇ સીન્ધી રહે. ધાનેરા લાધાપુરા વિસ્તાર તા.ધાનેરા.
(૩)વસીમભાઇ મહેબુબભાઇ મેવાતી રહે.ધાનેરા લાધાપુરા તા.ધાનેરા
(૪) અમરતભાઈ સોનાજી પ્રજાપતિ રહે.ધાનેરા સુભાષ રોડ લાધાપુરા તા.ધાનેરા