આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

બનાસકાંઠામાં તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યો હોવાનો દાવો તંત્ર દ્રારા કરવામાં આવ્યો છે. 11 તાલુકાનાં 110 જેટલા ગામોમાં તીડે આતંક મચાવ્યો હતો. અંદાજે 6 હજાર હેક્ટર જમીનમાં તીડનાં લીધે નુકશાન થયું છે. તીડનાં આક્રમણને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની 45 ટીમો, સ્થાનિક 100 ટ્રેક્ટર અને 2 ફાયર બ્રિગેડથી 15 દિવસ સુધી દવા છંટકાવની કામગીરી ચલાવવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના વાવ-ભાભર-સુઇગામ-દિયોદર સહિતના વિસ્તારોમાં તીડોએ રીતસરનું આક્રમણ કર્યુ હતુ. તંત્રનો દાવો છે કે, તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. તીડ અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી છે. રાજસ્થાનથી ઘુસેલા તીડનાં ઝુંડે ઝુંડ હજારો હેક્ટર જમીનમાં વાવેલ ઘઉં, જીરૂ, એરંડા, મેથી, રાયડો, દાડમ સહિતના પાકોનો સફાયો કરી નાખ્યો છે.

કૃષિ અને સહકાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ પી.કે.પરમારે તીડ નિયંત્રણ માટે યુદ્ધનાં ધોરણે હાથ ધરાયેલ પગલાઓની વિગતો આપતાં કહ્યુ કે, બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાનાં 122 ગામો, મહેસાણા જિલ્લાનાં 1 તાલુકાનાં 5 ગામો, પાટણ જિલ્લાના 2 તાલુકાનાં 4 ગામો, સાબરકાંઠા જિલ્લાનાં 1 તાલુકાનાં 1 ગામ મળી કુલ ચાર જિલ્લાનાં 17 તાલુકાનાં 132 ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી. તેના લોકેશન ટ્રેક કરી આ તમામ વિસ્તારોમાં તીડ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ હતી. થરાદ તાલુકામાં જોવા મળેલું મોટું ટોળું હવે નિયંત્રણ હેઠળ છે. જિલ્લા તંત્ર અને ખેડૂતોએ હાથોહાથ કામ કરીને તીડ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code