બનાસકાંઠા: લાખણી ખાતે કિસાન એકતા સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે કિસાન એકતા સમિતિ ની બેઠક યોજાઈ હતી. આ પ્રંસગે ગુજરાત રાજ્યના દશરથસિંહ ગોહિલ ઉપસ્થિત રહયા હતા. આ પ્રંસગે ગુજરાત આઈ ટી સેલ પ્રભારી મહેશભાઈ જોશી, કિસાન એકતા સમિતિના મહિલા પ્રમુખ પ્રદેશ જયાબેન સોની, બનાસકાંઠા જિલ્લા પ્રભારી મનુભાઈ જોશી (ચીમનગઢ) બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રામજીભાઈ રાઠોડ, બનાસકાંઠા જિલ્લા
 
બનાસકાંઠા: લાખણી ખાતે કિસાન એકતા સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે કિસાન એકતા સમિતિ ની બેઠક યોજાઈ હતી. આ પ્રંસગે ગુજરાત રાજ્યના દશરથસિંહ ગોહિલ ઉપસ્થિત રહયા હતા. આ પ્રંસગે ગુજરાત આઈ ટી સેલ પ્રભારી મહેશભાઈ જોશી, કિસાન એકતા સમિતિના મહિલા પ્રમુખ પ્રદેશ જયાબેન સોની, બનાસકાંઠા જિલ્લા પ્રભારી મનુભાઈ જોશી (ચીમનગઢ) બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રામજીભાઈ રાઠોડ, બનાસકાંઠા જિલ્લા મહિલા પ્રમુખ સુનીતાબેન પઠીયાર, મહામંત્રી દલાજી તેમજ લાખણી તાલુકા પ્રમુખ દોલાભાઈ ચૌધરી, બનાસકાંઠાના તથા તાલુકાના હોદ્દેદારો તેમજ ખેડૂતો, પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

બનાસકાંઠા: લાખણી ખાતે કિસાન એકતા સમિતિની બેઠક યોજાઇ

આ પ્રંસગે ખેડૂતોએ તેમની સાથે થતા અન્યાયને રોકવા માંગણી કરી હતી. જેવી કે જે ખેડૂત બેંક પાસેથી પાક ધિરાણ લીધેલ અને ભરી ના શકેલ તેમની જમીન શ્રી સરકાર દાખલ કરી તો પણ બેંકે પૈસા લીધા હોવા છતાં ફેર જિલ્લા કલેકટર પાસે રીન્ટ માંગણી કરી કલેકટર હેડથી રૂ.ભરે તો ખરેખર ખેડૂતપાસેથી કેમ બે વખત રૂ. લેવામાં આવે છે. તો આવા ખેડૂતોને ન્યાય અપાવવાની માંગણી કરવા,ખેડૂતો પાસેથી જી.ઈ.બી. દ્વારા મીટર ભાડુ લેવાતું હોવાની પણ રજુઆત કરવામાં આવી હતી. એગ્રો સેન્ટર વાળા ડુપ્લીકેટ બિલ, બિયારણ, વધુ ભાવ, સુજલામ-સુફલામ નહેરમાં કાયમ પાણી ચાલુ રાખવા વિગેરેની રજુઆત કરી હતી. આ પ્રસંગે જવાબદાર હોદ્દેદારોએ ખેડૂતોની માંગણી સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.

બનાસકાંઠા: લાખણી ખાતે કિસાન એકતા સમિતિની બેઠક યોજાઇ