બનાસકાંઠાઃ પુરૂષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, જ્યારે ખેડૂતો પરની વાત ટાળી દીધી

અટલ સમાચાર, વાવ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. બનાસકાંઠામાંથી પરબત પટેલને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. પુરુષોત્તમ રૂપાલાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપની સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે અનેક લાભ આપ્યા છે. ભાજપ સરકાર ખેડૂતો અને ગરીબોની સરકાર છે માટે બનાસકાંઠામાંથી એક કમળ દિલ્હી મોકલવાનું આહવાન
 
બનાસકાંઠાઃ પુરૂષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, જ્યારે ખેડૂતો પરની વાત ટાળી દીધી

અટલ સમાચાર, વાવ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. બનાસકાંઠામાંથી પરબત પટેલને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. પુરુષોત્તમ રૂપાલાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપની સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે અનેક લાભ આપ્યા છે. ભાજપ સરકાર ખેડૂતો અને ગરીબોની સરકાર છે માટે બનાસકાંઠામાંથી એક કમળ દિલ્હી મોકલવાનું આહવાન કર્યું હતું.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને વિવિધ સભાઓ સંબોધવામાં આવી રહી છે. આજે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ ધાનેરાના લાલચોક ખાતે સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર પરબત પટેલને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. તે સાથે જણાવ્યું હતું કે દેશ માં લોકોએ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું છે અને અત્યાર સુધી કોઈ ઉમેદવાર નહિ જીત્યો હોય તેટલી લીડથી પરબત પટેલ જીતશે. કોંગ્રેસ દેશમાં નક્કર જુઠાણું ફેલાવીને દેશ ને ગેરમાર્ગે દોરી રહી છે. પુર વખતે બનાસકાંઠા માંથી કોંગ્રેસ ગાયબ થઈ ગઈ હતી.

જયારે રૂપાલાને પત્રકારો દ્વારા ખેડૂતો પર થયેલા હળવા લાઠીચાર્જ વિશે સવાલ કરવામાં આવ્યો તો જવાબ આપવાનું તેઓએ ટાળ્યું હતું અને વાતને ફેરવી દીધી હતી. ભાજપ સરકાર ગમે તેટલા દાવા કરતી હોય પણ આખરે તો ખેડૂતોને પૂરતી સુવિધા ન મળતી હોવાથી પીસાવવાનો વારો આવતો હોય છે.