આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ, સુઇગામ(રામજી રાયગોર, દશરથ ઠાકોર)

ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા પર બંધ બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પ્રથમ વખત તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૭ મીટર હાંસલ કરેલ છે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત કાંકરેજ તાલુકા કક્ષા અને સુઇગામ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

કાંકરેજ તાલુકા કક્ષા નમામિ દેવી નર્મદે મહોત્સવ

કાંકરેજ તાલુકા કક્ષાના નમામિ દેવી નર્મદે મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય કાંકરેજ, અતિથિ વિશેષ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, સહકારી આગેવાન અને થરા માર્કેટયાડના ચેરમેન અણદાભાઇ પટેલ, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ, કાકર સરપંચ ચેનાજી ઠાકોર, ભાજપ પ્રમુખ ડાયાભાઇ પટેલ, રમેશભાઈ જોશી, સુરૂભા પરમાર, નાયબ કલેકટર કુલદીપસિંહ વાળા ડીસા ,કાંકરેજ મામલતદાર એમ.ટી.રાજપૂત, ટીડીઓ બી.સી.ઝાલા, અનિલભાઈ ત્રિવેદી, જંગલ ખાતાના અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ, વિગેરે મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સુઇગામ તાલુકા કક્ષાના નમામિ દેવી નર્મદે મહોત્સવમાં નર્મદાના વધામણાં પ્રભારી મંત્રી ઈશ્વરભાઇ પરમાર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના પાણીના આજે વધામણા કરવામાં આવ્યા છે. જેથી હવે થરાદ વાવ અને સુઇગામ પંથકમાં પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી મહત્વ છે.

28 Sep 2020, 2:56 AM (GMT)

COVID-19 Global Stats

33,304,666 Total Cases
1,002,389 Death Cases
24,634,298 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code