બનાસકાંઠા: ધાનેરા બસ સ્ટેન્ડ નજીકથી ત્રણ મહિનાનું ભ્રુણ મળતા ચકચાર

અટલ સમાચાર,ડીસા બનાસકાંઠાના ધાનેરા બસ સ્ટેન્ડ નજીક શુક્રવારે કોઇ અજાણી મહિલા કચરાપેટીમાં ત્રણ મહિનાનું ભ્રુણ ત્યજીને નાસી જતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતિ પ્રમાણે ધાનેરા બસ સ્ટેન્ડ નજીકની કચરાપેટીમાં કોઇ ભ્રુણ હોવાની વાત ફેલાતા લોકોના ટોળેટોળા બસ સ્ટેન્ડ નજીક જોવા મળતા હતા. કોઇ અજાણી મહિલા ઘ્વારા તેનું ત્રણ મહિનાનું તાજુ ભ્રુણ ધાનેરા બસ
 
બનાસકાંઠા: ધાનેરા બસ સ્ટેન્ડ નજીકથી ત્રણ મહિનાનું ભ્રુણ મળતા ચકચાર

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાના ધાનેરા બસ સ્ટેન્ડ નજીક શુક્રવારે કોઇ અજાણી મહિલા કચરાપેટીમાં ત્રણ મહિનાનું ભ્રુણ ત્યજીને નાસી જતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતિ પ્રમાણે ધાનેરા બસ સ્ટેન્ડ નજીકની કચરાપેટીમાં કોઇ ભ્રુણ હોવાની વાત ફેલાતા લોકોના ટોળેટોળા બસ સ્ટેન્ડ નજીક જોવા મળતા હતા.
કોઇ અજાણી મહિલા ઘ્વારા તેનું ત્રણ મહિનાનું તાજુ ભ્રુણ ધાનેરા બસ સ્ટેન્ડ નજીકની કચરાપેટીમાં ફેંકી ફરાર થઇ જતાં લોકો અજાણી મહિલા વિરૂધ્ધ ભારે ફીટકાર વરસાવી રહયા છે. જોકે પોલીસે ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.