આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લા પોલીસ ભાદરવી પુનમના મેળામાં વ્યસ્ત હોવાનું સમજી બુટલેગરોએ બાજી લગાવી હતી. જેમાં પોલીસે બાકોરૂ પાડી અધધધ.. રૂ. 25,44,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અમીરગઢ ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોની તપાસ દરમ્યાન એક આખી ટ્રક વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં ઠાલવે તે પહેલા ઝડપાઇ ગઇ હતી. પુનમના મેળામાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા વચ્ચે પોલીસે દારૂનો મોટો કેસ ઝડપી પાડ્યો છે.

બનાસકાંઠા જીલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને બુટલેગર વચ્ચે સફળતા-નિષ્ફળતા ખેલાઇ રહી છે. આ દરમ્યાન ભાદરવી પુનમના મેળાને લઇ પોલીસ આડે નહિ આવે તેવું માની દારૂ ભરેલી આખી ટ્રક ઘુસાડવાની પેરવી હતી. જોકે, અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર રૂ. 25,44,000નો વિદેશી દારૂ ઝડપી લેતા હડકંપ મચી ગયો છે.

swaminarayan

સુત્રોઅ જણાવ્યુ હતુ કે, ટ્રકમાંથી પોલીસે રૂ.25,44,000ની દારૂની 6,360 બોટલ ઝડપી પાડી છે. આ દરમ્યાન પોલીસે કુલ 35,44,000નો મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી લીધા છે. ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ટ્રકચાલક સરબજિતસિંહ ગુરનામસિંહ જટ્ટ રહે.ભટિન્ડા (પંજાબ) તથા સુખવીન્દ્રસિંગ લાભસિંગ જટ્ટ રહે.ભટિન્ડા (પંજાબ)ની ધરપકડ કરી તેના સામે તથા દારૂ ભરાવનાર ઇસમોના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

22 Sep 2020, 11:14 AM (GMT)

COVID-19 Global Stats

31,742,218 Total Cases
973,933 Death Cases
23,361,031 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code