આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.જી. નકુમ તથા પોલીસ કર્મચારી માવસરી પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. આ દરમ્યાન માવસરી પોલીસ સ્ટેશનમાં અમીરામભાઇ મનરાભાઇ ચૌહાણ, રહે.જોરડીયાળી,તા.વાવનો ઇસમ આવીને પોલીસે ડીટેઇન કરેલ વાહનને મુકત કરવા માટે ભલામણ કરી હતી.

પોલીસે આ ઇસમ પર શંકા જતા તેની સઘન પુછપરછ કરતા અને મોબાઇલની ચકાસણી કરતા તેમના મોબાઇલમાંથી પોલીસ સ્ટેશન બહારના કમ્પાઉન્ડનો વિડીયો ઉતારેલો હતો. જેથી આ વિડીયો વાયરલ કરી કોઇ કોગ્નીઝેબલ ગુનો કરે અથવા સરકારી કર્મચારી કે કચેરી વિશે ખોટા મેસેજ વાયરલ કરે તેવી પુરતી શકયતાને કારણે આ ઇસમની સી.આર.પી.સી. કલમ ૧પ૧ હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code