આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર ઝીરો પોઇન્ટ નજીક અકસ્માત સર્જાયો છે. નડાબેડ દર્શન કરવા ગયેલા પરિવારની કાર અચાનક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં બીએસએફના કર્મચારીઓએ ૧૦૮ને જાણ કરી હતી. અકસ્માતમાં પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સુઇગામ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકની હાલત ગંભીર હોવાથી તેને રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમનુ સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યુ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠાના નડાબેટ ખાતે મંદીર દર્શનાર્થે જતાં રાધનપુરના ડેલાણાના પરિવારને અકસ્માત નડ્યો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરએ ઝીરો પોઇન્ટ નજીક વળાંકમાં અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ચારને સુઇગામ રેફરલ હોસ્પિટલ તો અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર દરમ્યાન તેમનુ કરૂણ મોત નિપજ્યુ છે.

મૃતકનુ નામ

પ્રતાપભાઈ લગધીરભાઈ આહીર.ઉ.વ.62

ઇજાગ્રસ્તોના નામ

  • રૂડાભાઈ એચ.આહીર.ઉ.વ.9
  • લીલાબેન હીરાભાઈ આહીર.ઉ.વ.28
  • રવિભાઈ એચ.આહીર.ઉ.વ.3
  • રયાંબેન આહીર.ઉ.વ.55.
03 Jul 2020, 6:46 AM (GMT)

COVID-19 Global Stats

11,091,541 Total Cases
526,445 Death Cases
6,212,661 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code