ભ્રષ્ટાચાર@પાલનપુર: 2007માં સસ્પેન્ડ કર્યા, 2012માં ટીપી ઇજનેરનો શિરપાવ

અટલ સમાચાર, મહેસાણા પાલનપુર પાલિકામાં ભ્રષ્ટાચારને શિરપાવ આપવામાં આવ્યો હોવાની ચર્ચા સામે આવી છે. પાણી પુરવઠાના ઇજનેરને 66 લાખના ભ્રષ્ટાચાર મામલે વર્ષ 2007માં કલેક્ટરના આદેશને પગલે તત્કાલિન ચીફ ઓફીસરે સસ્પેન્ડ કર્યો હતો. જોકે, આ પછી બદલાયેલી રાજકીય પરિસ્થિતિને પગલે ફરજ મોકૂફી કર્મચારી માટે ફાયદાકારક સાબિત થઇ છે. પાલિકાના સત્તાધીશોએ સસ્પેન્ડેડ કરશન જોષીને વર્ષ 2012થી ટીપી
 
ભ્રષ્ટાચાર@પાલનપુર: 2007માં સસ્પેન્ડ કર્યા, 2012માં ટીપી ઇજનેરનો શિરપાવ

અટલ સમાચાર, મહેસાણા

પાલનપુર પાલિકામાં ભ્રષ્ટાચારને શિરપાવ આપવામાં આવ્યો હોવાની ચર્ચા સામે આવી છે. પાણી પુરવઠાના ઇજનેરને 66 લાખના ભ્રષ્ટાચાર મામલે વર્ષ 2007માં કલેક્ટરના આદેશને પગલે તત્કાલિન ચીફ ઓફીસરે સસ્પેન્ડ કર્યો હતો. જોકે, આ પછી બદલાયેલી રાજકીય પરિસ્થિતિને પગલે ફરજ મોકૂફી કર્મચારી માટે ફાયદાકારક સાબિત થઇ છે. પાલિકાના સત્તાધીશોએ સસ્પેન્ડેડ કરશન જોષીને વર્ષ 2012થી ટીપી ઇજનેરની જવાબદારી આપી દીધી છે.

ભ્રષ્ટાચાર@પાલનપુર: 2007માં સસ્પેન્ડ કર્યા, 2012માં ટીપી ઇજનેરનો શિરપાવ

પાલનપુર પાલિકામાં વર્ષ 2001-02 દરમ્યાન NSDP યોજના હેઠળ પિવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ આવ્યુ હતુ. જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સામે આવતા કલેક્ટરના આદેશથી તપાસ થઇ હતી. જેથી તત્કાલિન પાણી પુરવઠા ઇજનેર કરશન જોષી અને મળતિયાઓ વિરૂધ્ધ વર્ષ 2007માં ફરીયાદ દાખલ થઇ હતી. જેમાં અડધા કરોડથી વધુ રકમનો ભ્રષ્ટાચાર કર્યાનું સામે આવ્યુ હતુ.

ભ્રષ્ટાચાર@પાલનપુર: 2007માં સસ્પેન્ડ કર્યા, 2012માં ટીપી ઇજનેરનો શિરપાવ

સમગ્ર મામલે તત્કાલિન કલેક્ટરે આદેશ કરતા વર્ષ 2007માં જ ઇજનેરને ફરજમોકૂફ કરવામાં આવ્યો હતો. આ પછી પાલિકાએ પાણી પુરવઠા શાખામાં નિર્વાહ ભથ્થુ આપવા નક્કી કર્યુ હતુ. જોકે, સરેરાશ 5 વર્ષ દરમ્યાન પાલિકામાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિ અને કર્મચારીના સંબંધો મહત્વપુર્ણ સાબિત થયા હતા. પાલિકાના સત્તાધિશોએ વકીલનો અભિપ્રાય લઇ આંચકો લાગે તેવો નિર્ણય લીધો હતો.

ભ્રષ્ટાચાર@પાલનપુર: 2007માં સસ્પેન્ડ કર્યા, 2012માં ટીપી ઇજનેરનો શિરપાવ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરેરાશ દોઢ કરોડના કામમાં પાણી પુરવઠા ઇજનેર કરશન જોષીએ સરેરાશ 66 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવા છતાં પાલિકાએ 5 વર્ષમાં ભુલાવી દઇ મોટો શિરપાવ આપ્યો છે. પાલિકાના સત્તાધિશોએ વહીવટી જવાબદારી આપવાનો આધાર લઇ ટાઉન પ્લાનિંગ ઇજનેર બનાવી દીધા છે. છેલ્લા 6 વર્ષથી પણ વધુ સમયથી સસ્પેન્ડેડ કરશન જોષી ટાઉન પ્લાનિંગ ઇજનેર બન્યા છે.

અડધા કરોડના ભ્રષ્ટાચારની ઘટનાની તવારીખ

ભ્રષ્ટાચાર કર્યાનો સમયગાળો – વર્ષ 2002
ભ્રષ્ટાચાર સામે આવ્યાનો સમયગાળો- વર્ષ 2004
ભ્રષ્ટાચારની ફરીયાદનો સમયગાળો- વર્ષ 2007
ઇજનેરને ફરજમોકુફ કર્યાનો સમયગાળો- વર્ષ 2007
ભ્રષ્ટાચારને શિરપાવ મળી ગયાનો સમય- વર્ષ 2012થી સતત

સમગ્ર મામલે કોણે શું કહ્યું ?

પાલિકાએ નિર્ણય લીધો હતો : ચીફ ઓફીસર

સસ્પેન્ડ બાદ ટાઉન પ્લાનિંગ ઇજનેર બનાવી દીધા મામલે પાલનપુર પાલિકાના ચીફ ઓફીસરે સત્તાધીશો ઉપર ઢોળ્યું હતુ. સીઓ પંકજ બારોટે જણાવ્યુ હતુ કે, પાલિકાએ નિર્ણય લીધેલો છે. જોકે, પાલિકામાં ચીફ ઓફીસરની ભુમિકા વિશે પુછતાં બચાવના ભાગરૂપે ફોન કાપી દીધો હતો.

તપાસ કરાવવી પડે : પાલિકા પ્રમુખ

પાણી પુરવઠા શાખામાંથી સસ્પેન્ડ થયેલા કર્મચારીને ટાઉન પ્લાનિંગ ઇજનેર તરીકે બેસાડવા મામલે પાલિકા પ્રમુખ અશોક ઠાકોરે પણ અલગ રીતે બચાવ કર્યો છે. પ્રમુખ અશોક ઠાકોરે જણાવ્યુ હતુ કે, અગાઉનો ઘટનાક્રમ હોવાથી વિગતોની તપાસ કરાવ્યા બાદ કહી શકાય.

હાઇકોર્ટ રીટ પીટીશન હોવાથી મેટર ચાલુ છે : નગરસેવિકાના પતિ

પાલનપુર પાલિકામાં કોંગ્રેસી નગરસેવિકા જાગૃત્તિબેન સોલંકીના પતિએ સમગ્ર મામલે હાઇકોર્ટમાં રીટ પીટીશન કરેલી છે. જે અંગે પુછતાં જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટમાં આરોપીઓ સામે પીટીશન હોવાથી ડે ટુ ડે મેટર ચાલી રહી છે.