આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે નામ ફાઇનલ કરી લીધા છતાં જાહેર કરવામાં અકળામણ થઇ રહી છે. બનાસકાંઠામાં પરથી ભટોળ અને સાબરકાંઠામાં રાજેન્દ્ર ઠાકોરનું નામ જાહેર કરતાં પહેલા પ્રદેશ કોંગ્રેસને માથાનો દૂખાવો થયો છે. ઉત્તર ગુજરાતની બંને બેઠકો ઉપર અન્ય દાવેદારોની હઠ અને મજબુત દલીલને પગલે સત્તાવાર નામ જાહેર કરવા કોંગ્રેસ ભરાઇ ગઇ છે.

બનાસકાંઠામાં પરથી ભટોળ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી અને પુર્વ ધારાસભ્ય ગોવા રબારીની મજબૂત દાવેદારી રહી છે. જોકે, સામાજીક સમીકરણો સહિતના કારણોસર સહકારી આગેવાન પરથી ભટોળ બાજી મારી ગયા છે. આવી સ્થિતિમાં અન્ય બંને કોંગી દાવેદારો નારાજ બની રીસાઇ ગયા છે. આવી સ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસથી લઇ ચુંટણી પ્રભારી સુધીના રીસામણાં સામે મનામણા કરાવવા દોડધામ કરી રહયા છે.

આ તરફ સાબરકાંઠા બેઠકમાં પણ મજબુત દાવેદાર રાજેન્દ્ર ઠાકોર સાથે રાજેન્દ્રસિંહ કુંપાવત અને માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પ્રબળ દાવેદાર મનાય છે. જોકે, સામાજીક સમીકરણોના ભાગરૂપે અને ટીકીટ પસંદગી બાદ ઉભી થતી નારાજગીને લઇ કોંગ્રેસ સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકના ઉમેદવારનું નામ સત્તાવાર જાહેર થયુ નથી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા અને સાબરકાંઠા બેઠકના ઉમેદવારો કોંગ્રેસે નકકી કરી લીધા છતાં મતદારોમાં જાહેર કરી કરવા જતા વિખવાદને પગલે વિલંબ થઇ રહયો છે. જોકે, દિગ્ગ્જ દાવેદારોને યેનકેન રીતે મનાવવાના ભરપુર પ્રયાસો વચ્ચે ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે.

27 Oct 2020, 12:01 PM (GMT)

COVID-19 Global Stats

Total Cases
Death Cases
Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code