બનાસકાંઠાઃ પાંથાવાડા મુકામે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું

અટલ સમાચાર, પાલનપુર પાંથાવાડા મુકામે જહુબેન માધાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ-લાઈબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રમુખ હરેશભાઇ ચૌધરી બીજા અન્ય મહેમાનોમાં સુરેન્દ્રસિંહ ડીયોરા, સુજાનભાઈ તાલુકા કારોબારી સદસ્ય, મહેન્દ્રભાઈ જોશી, સુધીરભાઈ, સરપંચ અને બીજા અન્ય મહેમાનો ઉપસ્થીત રહ્યા હતા. ખરેખર હરેશભાઇ જોડે ઉપસ્થીત રહેવું એ પણ એક ગર્વની લાગણી અનુભવવા જેવી બાબત છે. આઇ લાઇબ્રેરીને હરેશભાઇ દ્વારા
 
બનાસકાંઠાઃ પાંથાવાડા મુકામે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું

અટલ સમાચાર, પાલનપુર

પાંથાવાડા મુકામે જહુબેન માધાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ-લાઈબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રમુખ હરેશભાઇ ચૌધરી બીજા અન્ય મહેમાનોમાં સુરેન્દ્રસિંહ ડીયોરા, સુજાનભાઈ તાલુકા કારોબારી સદસ્ય, મહેન્દ્રભાઈ જોશી, સુધીરભાઈ, સરપંચ અને બીજા અન્ય મહેમાનો ઉપસ્થીત રહ્યા હતા. ખરેખર હરેશભાઇ જોડે ઉપસ્થીત રહેવું એ પણ એક ગર્વની લાગણી અનુભવવા જેવી બાબત છે. આઇ લાઇબ્રેરીને હરેશભાઇ દ્વારા ખુલ્લી જાહેર મુકવામાં આવી હતી. હરેશભાઇએ અનેક સલાહ સૂચનો આપ્યા હતા. આઈ લાઈબ્રેરીનો જેના મનમાં આવો ભગીરથ વિચાર આવ્યો છે. હરેશભાઇ અને પ્રવિણસિંહની આખી ટીમને અભિનંદન આપું છું. સરાહનીય કાર્ય કરી રહ્યા છો આપ બિરદાવવા લાયક છે. તમારી ટીમ સદકાર્યો કરતી રહેશે એવી અમને ખાત્રી છે. ફરી થી એક ઉદાહરણ રૂપ કાર્યને અભિનંદન પાઠવીયે છીએ. આઈ લાઇબ્રેરી થકી વિધાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને એવી માં ભારતીના ચરણો માં કામના આ પ્રસંગે સદભાવના ગ્રુપનાં ચેરમેન હરેશભાઈ ચૌધરી અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.