બનાસકાંઠાઃ પ્રાથમિક શાળાના શિક્ષકોએ રાહત ફંડમાં રૂ. 2.46 કરોડનું દાન કર્યું

અટલ સમાચાર, પાલનપુર અત્યારના સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના નામની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરણાથી તેમજ બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ
 
બનાસકાંઠાઃ પ્રાથમિક શાળાના શિક્ષકોએ રાહત ફંડમાં રૂ. 2.46 કરોડનું દાન કર્યું

અટલ સમાચાર, પાલનપુર

અત્યારના સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના નામની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરણાથી તેમજ બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એક દિવસના પગાર પેટે રૂ. ર,૪૬,૮૩,૦૧૦/-(અંકે રૂપિયા બે કરોડ છેતાલીસ લાખ ત્યાસી હજાર દશ પુરા) ની માતબર રકમનો ફાળો મુખ્યમંત્રી રાહત ફંડમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાને અર્પણ કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશ ચાવડા, કેળવણી નિરીક્ષક સંઘના પ્રમુખ ભરતભાઇ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચમનભાઇ વાઘેલા, જિલ્લા શૈક્ષિક સંઘના મહામંત્રી ગણેશભાઇ ચૌધરી અને મુખ્ય શિક્ષકો વતી પ્રતિનિધિ તરીકે શ્રી ભરતભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.