આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બનાસકાંઠા

લોકસભા સામાન્ય ચૂંટણી-2019 માટે તા.23 એપ્રિલના રોજ મતદાન યોજનાર છે. આ દિવસે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે અને પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોની સુવિધા માટે બનાસકાંઠા જિલ્લામાં કુલ 120 મતદારો માટે 70 વ્હીલચેરની વિવિધ મતદાન બુથ ઉપર સુવિધા પુરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 447 દિવ્યાંગો માટે 175 એન.એસ.એસ.ના સ્વયંસેવકોની સાથી સહાયક તરીકે વ્યવસ્થા કરવામાં આવી છે. 1099 દિવ્યાંગ મતદારો દિવ્યાંગ મતદાતા સહાયક વાહન મારફત પરિવહનની સુવિધા પુરી પડવામાં આવશે. જેમાં દિવ્યાંગ મતદારો, 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો તેમજ 100 વર્ષથી ઉપરની ઉંમરના અશક્ત અને વૃધ્ધ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.

દરેક વિધાનસભા વિસ્તાર દીઠ દિવ્યાંગ મતદાતા સહાયક વાહન મુકવામાં આવશે. દિવ્યાંગ મતદાતા સહાયક વાહનમાં દિવ્યાંગ ક્ષેત્રે કાર્ય કરતા વિશિષ્ઠ શિક્ષક સેનાઓ બજાવશે. તેમજ આ વહનમાં વ્હીલચેર-1, સ્વયંસેવક-1 તેમજ અલ્પ દ્રષ્ટીવાળા મતદાતાઓ માટે મેગ્નીફાઈડ ગ્લાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવ્યાંગ મતદાતાઓને પરિવહન માટે આર.બી.એસ.કે.ની ટીમના 64 વાહનો મારફતે નિયત રૂટમાં આવતા દિવ્યાંગ મતદાતાઓને પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવશે. આમ કુલ-64 આર.બી.એસ.કે.ની ટીમ વાહન અને પી.ડબલ્યુ ડી વાહન મળી કુલ-75 વાહનો મારફતે પરિવહન સુવિધા પુરી પાડવામાં આવશે. દરેક વિધાનસભા વિસ્તારદીઠ એક દિવ્યાંગ બુથ ઉપર વ્હીલચેર, રેમ્પ, રીલીંગ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે તેમ બનાસકાંઠા જિલ્લા સમાજ અધિકારી મનીષ જોષીએ જણાવ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code