બનાસકાંઠા: DDOને કારણે કર્મચારીઓનું પોસ્ટિંગ વિલંબમાં જઇ રહ્યાના સવાલો

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીઓનું પોસ્ટિંગ છેલ્લા કેટલાય વર્ષોથી પડતર છે. લોકસભા ચૂંટણી બાદ શરૂ થયેલી ગતિવિધિ ફરી એકવાર વિલંબમાં જઇ રહી છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી સામે સવાલો ઉભા થયા છે. કોના કહેવાથી પોસ્ટિંગ રોકવામાં આવ્યા તે તપાસનો વિષય બન્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની મહેકમ શાખા પોસ્ટિંગના અહેવાલ બાદ ગંભીર સવાલો
 
બનાસકાંઠા: DDOને કારણે કર્મચારીઓનું પોસ્ટિંગ વિલંબમાં જઇ રહ્યાના સવાલો

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીઓનું પોસ્ટિંગ છેલ્લા કેટલાય વર્ષોથી પડતર છે. લોકસભા ચૂંટણી બાદ શરૂ થયેલી ગતિવિધિ ફરી એકવાર વિલંબમાં જઇ રહી છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી સામે સવાલો ઉભા થયા છે. કોના કહેવાથી પોસ્ટિંગ રોકવામાં આવ્યા તે તપાસનો વિષય બન્યો છે.

બનાસકાંઠા જિલ્લા પંચાયતની મહેકમ શાખા પોસ્ટિંગના અહેવાલ બાદ ગંભીર સવાલો અને આક્ષેપોથી વિવાદમાં આવી છે. બેથી ચાર વર્ષથી પ્રમોશન છતાં હજુ સુધી પોસ્ટિંગ ટાળવામાં આવી રહ્યા છે. આથી ડીડીઓ અને ડેપ્યુટી ડીડીઓની ભૂમિકા શંકાસ્પદ બનતી જાય છે. આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે ફોન ઉપર ડીડીઓને ધમકાવતા આશંકા વધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અલગ અલગ નાગરિકોએ પૂછતા ડીડીઓ દ્વારા આચારસંહિતા પૂર્ણ થયા બાદ તુરંત પોસ્ટિંગ કરવા જણાવ્યું હતું. આચારસંહિતા પૂર્ણ થયાને 10 દિવસથી વધુ સમય છતાં ઓર્ડર કાચબા ગતિએ ચાલી રહ્યો છે.

ડેપ્યુટી ડીડીઓની સમજણ સામે સવાલો

જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ (મહેકમ) સી.સી પટેલને પૂછતાં એકદમ રઘવાયા બન્યા હતા. ડીડીઓ બી.એ.શાહના બંગલે વિગતો મોકલાવી હોવાનું કહ્યું હતું. પોસ્ટિંગના નિર્ણયમાં ડેપ્યુટી ડીડીઓની ભૂમિકા બાકાત કરી ડીડીઓને સર્વેસર્વા કહી હાથ અધ્ધર કરવાનો પ્રયાસ કર્યો હતો.