સપાટો@બનાસકાંઠા: 24 કલાકમાં 2 જગ્યાએ રેઇડ, ગાંજાના જથ્થા સાથે 2 ઇસમો ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના કહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જીલ્લામાં અલગ-અલગ જગ્યાએથી ગાંજાના જથ્થા સાથે 2 ઇસમ ઝડપાયા છે. પાલનપુર તાલુકા પોલીસની ટીમે કાણોદર ગામની સીમમાંથી ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ તરફ દાંતીવાડા ગામની સીમમાંથી પણ પોલીસની ટીમે ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યુ છે. આ સાથે એક ઇસમને
 
સપાટો@બનાસકાંઠા: 24 કલાકમાં 2 જગ્યાએ રેઇડ, ગાંજાના જથ્થા સાથે 2 ઇસમો ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જીલ્લામાં અલગ-અલગ જગ્યાએથી ગાંજાના જથ્થા સાથે 2 ઇસમ ઝડપાયા છે. પાલનપુર તાલુકા પોલીસની ટીમે કાણોદર ગામની સીમમાંથી ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ તરફ દાંતીવાડા ગામની સીમમાંથી પણ પોલીસની ટીમે ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યુ છે. આ સાથે એક ઇસમને ઝડપી પાડી ગાંજા સહિતનો જથ્થો જપ્ત કર્યો છે. આ તરફ બંને ઇસમો વિરૂધ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં નાર્કોટીક્સ લગત કડક કાર્યવાહી કરવા આદેશ આપેલ છે. જે અનુસંધાને પાલનપુર સર્કલ PI એન.ડી.અસારીના વડપણ હેઠળ તાલુકા PSI બી.આર.પટેલની ટીમે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી હતી. જેમાં કાણોદર ગામની સીમમાં બરખા હોટલની સામે આવેલ મંગલમ ઓઇલ મીલના પાછળના ભાગે મીલની ઓરડી નં.5માંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આ સાથે પોલીસે સ્થળ પરથી જગાણાના માનસિંહ વળવાઇને ઝડપી ગાંજાના સુકા અને લીલા કલરનો ભુકાવાળો જથ્થો મળી કુલ કિ.રૂ.8,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ઇસમ વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(B), 8(C), 20(a), 20(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સપાટો@બનાસકાંઠા: 24 કલાકમાં 2 જગ્યાએ રેઇડ, ગાંજાના જથ્થા સાથે 2 ઇસમો ઝડપાયા

આ તરફ દાંતીવાડા તાલુકાના જેગોલ ગામની સીમમાંથી પણ ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ છે. બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલ અને ડીસા DySP કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા સર્કલ PI કે.પી.ગઢવી અને દાંતીવાડા PSI એ.આર.ચૌધરીની ટીમે કાર્યવાહી કરી હતી. જેમાં ધુખાભાઈ ચેહરાભાઈ જેગોલા, રહે. જેગોલ ગામની સીમના ખેતરે રેઇડ કરતા ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાનું સામે આવ્યુ હતુ. જેથી માદક પદાર્થ ગાંજાના નાના-મોટા છોડ નંગ-366, વજન-12.001 કિ.ગ્રા., કિં.રૂ.1,20,010નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આરોપી ઇસમ વિરૂધ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 20(a), 20(b)(ii)B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સપાટો@બનાસકાંઠા: 24 કલાકમાં 2 જગ્યાએ રેઇડ, ગાંજાના જથ્થા સાથે 2 ઇસમો ઝડપાયા