બનાસકાંઠાઃકલેક્ટરની લાલ આંખ, 44 સીલ તો 835 એકમોને ધડાધડ નોટીસો

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર ફાયર સેફટી અંગે બનાસકાંઠા જીલ્લા કલેકટર સંદીપ સાગલેની સુચના અનુસાર સમગ્ર જિલ્લામાં આવેલ હોટલ અને ગેસ્ટ હાઉસો, રેસ્ટોરન્ટ, સ્કુલો, ટયુશન કલાસીસ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડો, શોપીંગ સેન્ટરો, થિયેટર, પેટ્રોલ પમ્પ, જીમખાના તેમજ સરકારી અને ખાનગી બિલ્ડીંગોનું પ્રાન્ત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર સહીત વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બનાસકાંઠા
 
બનાસકાંઠાઃકલેક્ટરની લાલ આંખ, 44 સીલ તો 835 એકમોને ધડાધડ નોટીસો

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર

ફાયર સેફટી અંગે બનાસકાંઠા જીલ્‍લા કલેકટર સંદીપ સાગલેની સુચના અનુસાર સમગ્ર જિલ્‍લામાં આવેલ હોટલ અને ગેસ્‍ટ હાઉસો, રેસ્‍ટોરન્‍ટ, સ્‍કુલો, ટયુશન કલાસીસ, હોસ્‍પિટલો, બસ સ્‍ટેન્‍ડો, શોપીંગ સેન્‍ટરો, થિયેટર, પેટ્રોલ પમ્‍પ, જીમખાના તેમજ સરકારી અને ખાનગી બિલ્‍ડીંગોનું પ્રાન્‍ત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર સહીત વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું છે.

બનાસકાંઠાઃકલેક્ટરની લાલ આંખ, 44 સીલ તો 835 એકમોને ધડાધડ નોટીસો

ડીઝાસ્‍ટર કચેરી તરફથી મળેલ માહિતી અનુસાર સમગ્ર જીલ્‍લામાં કુલ 1742 મિલ્‍કતોની ચકાસણી કરવામાં આવી છે. ફાયર સેફટી અંગે ત્રુટીઓ જણાતાં 44 મિલ્‍કતોને સીલ કરવામાં આવી છે તેમજ 835 મિલ્‍કતોને નોટીસો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આગ લાગવાની દૂર્ઘટના બને જ નહિ તે માટે તકેદારીની શુ વ્‍યવસ્‍થાઓ છે? આગ લાગવાની દૂર્ઘટના થાય ત્‍યારે તેને ઝડપથી કાબુમાં લઇ શકાય તે માટે અગ્નિશામકની જરૂરી વ્‍યવસ્થાઓ કેવી છે? લોકોને ઝડપથી બહાર લાવી શકાય તે માટે શું વ્‍યવસ્‍થાઓ છે? વગેરે અંગે જીલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સઘન ચેકીંગ ચાલી રહ્યું છે.

ઉલ્‍લેખનીય છે કે સમગ્ર રાજયમાં ફાયર સેફટી અંગે સૌ પ્રથમ બનાસકાંઠા જીલ્‍લામાં ફેબ્રુઆરી-2019માં કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્‍યું હતું.