આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

લોકસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે સભાઓ કરી રહયા છે. આ દરમ્યાન બનાસકાંઠા લોકસભાના ઉમેદવારે ચુંટણી લડે તે પહેલાં જ હથિયાર હેઠા મુકયા છે. બીએસપીના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાઇ જતા મામલો ગરમાયો છે.

બનાસકાંઠા લોકસભા બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તેજાભાઇ નેથીભાઇ રબારીએ ફોર્મ ભર્યુ હતુ. જોકે, પચારમાં ઉતરી ચુંટણીજંગ લડે તે પહેલા જ પાછા પડી ગયા હોવાનું સામે આવ્યુ છે. દાંતીવાડા ખાતે યોજાયેલા સંમેલનમાં કોંગ્રેસને તેજાભાઇએ રાહતનો શ્વાસ આપી દીધો છે. હકીકતે બીએસપીના ઉમેદવાર તેજાભાઇ કોંગ્રેસમાં જોડાઇ જતા ઉમેદવારીનું કંઇ મહત્વ રહયુ નથી. કાર્યક્રમમાં અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ફોર્મ ભર્યા બાદ ભાજપ અને કોંગ્રેસના વિરોધી બનેલા તેજાભાઇ અચાનક કોંગ્રેસના મિત્ર બની ગયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code