બનાસકાંઠાઃ એસ.ટી.ની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અભ્યાસની ઉંમરે આંદોલનના માર્ગે!

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) બનાસકાંઠામાં ડીસા-થરાદ રોડ ઉપર વિદ્યાર્થીઓએ બસની અવ્યવસ્થાને લઈ શમસેરપુરા પાસે હાઈવે ઉપર ઉતરી આવ્યા હતા. એસ.ટી. બસની અવ્યવસ્થાથી રોજીંદા કેટલાય વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શકતા ન હતા. બસો અહીં ઉભી ન રહેવાને કારણે ખાનગી વાહનમાં ફરજીયાત રૂપિયા ખર્ચી પહોંચવું પડતું હતું. video:1 1000 જેટલા વિદ્યાર્થીઓનો ગુસ્સો રોડ ઉપર આવી પહોંચતાં 15
 
બનાસકાંઠાઃ એસ.ટી.ની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અભ્યાસની ઉંમરે આંદોલનના માર્ગે!

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)

બનાસકાંઠામાં ડીસા-થરાદ રોડ ઉપર વિદ્યાર્થીઓએ બસની અવ્યવસ્થાને લઈ શમસેરપુરા પાસે હાઈવે ઉપર ઉતરી આવ્યા હતા. એસ.ટી. બસની અવ્યવસ્થાથી રોજીંદા કેટલાય વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શકતા ન હતા. બસો અહીં ઉભી ન રહેવાને કારણે ખાનગી વાહનમાં ફરજીયાત રૂપિયા ખર્ચી પહોંચવું પડતું હતું.

video:1

1000 જેટલા વિદ્યાર્થીઓનો ગુસ્સો રોડ ઉપર આવી પહોંચતાં 15 બસો અને 300 મુસાફરો અટવાઈ પડ્યા હતા. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

બનાસકાંઠાઃ એસ.ટી.ની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અભ્યાસની ઉંમરે આંદોલનના માર્ગે!

આથી આજે ભણવા માટે શાળા-કોલેજમાં જવાના સમયે વિદ્યાર્થીઓ એસ.ટી.તંત્રને સબક શીખવાડવા રોડ આંદોલન કરવું પડ્યું હતું.

video:2

વિદ્યાર્થીઓએ બસ ઉભી રાખવા બાબતે એસ.ટી.વિભાગને લેખીત પણ આપ્યું હતું. પરંતુ તંત્રને રોડ-રસ્તા રોક્યા સિવાય આંખો ખુલતી ન હોય તેમ વિદ્યાર્થીઓની તકલીફ સમજી જ ન હતી. આથી આજે શાળા-કોલેજના અનેકો વિદ્યાર્થીઓએ બસો રોકી તંત્રને જગાડ્યા હતા.

બનાસકાંઠાઃ એસ.ટી.ની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અભ્યાસની ઉંમરે આંદોલનના માર્ગે!

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ડીસા થરાદ રોડ ઉપર શમસેરપુરા પાસે બસો ઊભી ના રાખતા ચક્કાજામ કર્યો છે. વિદ્યાર્થીઓેએ આ રૂટ ઉપર દોડતી આશરે 15 જેટલી બસોને રોકીને હોબાળો મચાવ્યો હતો. આશરે 1000 વિદ્યાર્થીઓેએ ચક્કાજામ કરતા 300 જેટલા મુસાફરો અટવાયા હતા.

video:3

દિવસ-રાત ધમધમતા રોડ ઉપર ચક્કાજામ કરતા અનેક વાહન ચાલકો પણ ફસાયા હતા. બસો ન ઊભી રાખવાની ફરિયાદ સાથે અને નવી બસો ફાળવવા માટેની માંગણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

બનાસકાંઠાઃ એસ.ટી.ની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અભ્યાસની ઉંમરે આંદોલનના માર્ગે!
Advertisement

જ્યાં સુધી બસની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી રસ્તો બંધ રાખવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

video:4

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ ગામડાઓમાંથી અભ્યાસ માટે શહેરોમાં જતા હોય છે. ત્યારે એસ.ટી. બસ શહેર પહોંચવા મટે એકમાત્ર સાધન હોય છે.

બનાસકાંઠાઃ એસ.ટી.ની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અભ્યાસની ઉંમરે આંદોલનના માર્ગે!
જાહેરાત

પરંતુ ક્યારેક એસ.ટી. બસ પુરતા પ્રમાણમાં ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થતાં હોય છે. બનાસકાંઠાના ડીસા થરાદ રોડ ઉપર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે. વિદ્યાર્થીઓએ 15 જેટલી એસ.ટી.બસોને રોકીને ચક્કાજા કર્યો છે.