બનાસકાંઠા@ઉનાળો: કાંકરેજના ખસા ગામને ૪ મહિનાથી પાણી માટે વલખાં

અટલ સમાચાર,કાંકરેજ ઉનાળાની શરૂઆતમાં ગુજરાતમાં પાણીની સમસ્યાઓ શરૂ થઇ ગઇ છે. ગત ચોમાસામાં વરસાદ ના પડતા ખેડુતો તથા લોકોને પાણીના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારો સહિત સમગ્ર જીલ્લામાં પાણીની તંગી વર્તાઇ રહી છે. કાંકરેજના ખસા ગામમાં પણ ૪ મહિનાથી લોકો પાણી માટે ભારે વલખાં મારી રહયા છે. ગામથી ચાર-ચાર
 
બનાસકાંઠા@ઉનાળો: કાંકરેજના ખસા ગામને ૪ મહિનાથી પાણી માટે વલખાં

અટલ સમાચાર,કાંકરેજ

ઉનાળાની શરૂઆતમાં ગુજરાતમાં પાણીની સમસ્યાઓ શરૂ થઇ ગઇ છે. ગત ચોમાસામાં વરસાદ ના પડતા ખેડુતો તથા લોકોને પાણીના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારો સહિત સમગ્ર જીલ્લામાં પાણીની તંગી વર્તાઇ રહી છે.

કાંકરેજના ખસા ગામમાં પણ ૪ મહિનાથી લોકો પાણી માટે ભારે વલખાં મારી રહયા છે. ગામથી ચાર-ચાર કિલોમીટર દૂર ગામની સ્રીઓ ચાલતા જઇ પાણી ભરી આવે છે. ખસા ગામનું પેટા પરા ઇન્દિરાનગરના રહીશોને છેલ્લાં ચાર મહિનાઓથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહયો છે. ખસા ગામમાં આવેલી ટાંકી અને અવાડો પણ ખાલીખમ હાલતમાં હોવાથી ગ્રામજનોની સ્થિતિ બેહાલ બની ગઇ છે.

કાંકરેજના ખસા ગામના લોકો હવે માત્ર તંત્ર પાસે પાણીની કોઇ મદદ મળે તેવી કાગડોળે રાહ જોઇ રહયા છે. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર ઘ્વારા આ ગામમાં પાણી પહોંચાડવાની તાત્કાલિક કોઇ વ્યવસ્થા કરાવાય છે કે નહી ?