આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,થરાદ

બનાસકાંઠાના થરાદ તાલુકામાં ઘાસચારાની અછતને લઇ ખેડુતો અને પશુપાલકો લાલઘુમ બન્યા છે. ઘાસચારાનો જથ્થો ઓછો આવતો હોવાથી અપુરતો મળવાને કારણે રોજેરોજ ધરમધક્કાની નોબત આવી છે. જેને લઇ ગુરૂવારે બપોરે ઘાસચારો લેવા જતા દરમ્યાન પશુપાલકોનો આક્રમક વલણ સામે આવ્યુ હતુ.

થરાદ તાલુકાના ખેડુતોને ઘાસચારો મળતો ન હોવાથી નારાજ બન્યા છે. ગત ચોમાસું નિષ્ફળ રહેતા બનાસકાંઠા જીલ્લામાં પશુઓનો ઘાસચારો મળવો મુશ્કેલ બની ગયો છે ત્યારે ખેડુતો વારંવાર ગોડાઉન ખાતે ધરમધક્કા ખાઇ રહયા છે. તો વળી, બનાસકાંઠાની માઇનોર કેનાલોમાં પાણી પણ બંધ હોવાથી ખેડુતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે.

આવી સ્થિતિમાં વારંવારની ઘાસચારાની ફરીયાદને પગલે ગુરૂવારે બપોરે થરાદ તાલુકાના પશુપાલકો ઉગ્ર બન્યા છે. આ તરફ તંત્ર ઘ્વારા નિયમાનુસાર દરેકને જરૂરીયાત મુજબ પુરતી માત્રામાં ઘાસચારો ફાળવાતો હોવાની દલીલ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code