બનાસકાંઠાઃ ઠાકોર સેનાની નાવડી ડગમગ, ભાભરમાં આંચકો
અટલ સમાચાર, ડીસા લોકસભા ચુંટણી જાહેરાત બાદ ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. સમાજનું કારણ આગળ મુકી રાજીનામું આપ્યાનું કહ્યું હતું. જોકે, તે બાદ ઠાકોર સેનામાં ફૂટફાટ બહાર આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં સેનાના હોદ્દેદારો ક્યાંક ભાજપને તો ક્યાંક કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે. જેથી એવું લાગી રહ્યું છે કે, સેનાની નાવડી
                                          Apr 19, 2019, 12:00 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, ડીસા
લોકસભા ચુંટણી જાહેરાત બાદ ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. સમાજનું કારણ આગળ મુકી રાજીનામું આપ્યાનું કહ્યું હતું. જોકે, તે બાદ ઠાકોર સેનામાં ફૂટફાટ બહાર આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં સેનાના હોદ્દેદારો ક્યાંક ભાજપને તો ક્યાંક કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે. જેથી એવું લાગી રહ્યું છે કે, સેનાની નાવડી ડગમગ ચાલી રહી છે.
ઠાકોર સેનાને ભાભરમાંથી આંચકા જનક સમાચાર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરના ઠાકોર સેના પ્રમુખ બલાજી ઠાકોરે રાજીનામું આપી દીધું છે. જેમની સાથે 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ રાજીનામું ધરી દીધેલ છે. અને કોંગ્રેસને ટેકો આપતા ભાભર પંથક રાજકારણ ગરમાયું છે.

