આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંમાં વધતી જતી દારૂને હેરાફેરીને રોકવા માટે જીલ્લ પોલીસ અધિક્ષક અને મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગના માર્ગદર્શન મુજબ રવિવારે જી.કે જાડેજા પો.સ.ઇ. વાવની બાતમી આધારે અ.હેડ.કોન્સ પંકજકુમાર જીવાભાઇ, અ.પો.કોન્સ.દજાભાઇ રામસીભાઇ, અ.પો.કોન્સ પહાડજી વરધેગજી, આ.પો.કોન્સ ભેમાભાઇ ઉદાભાઇ, ડ્રા.પો.કોન્સ રતુભાઇ રામજીભાઇએ નાઇટ રાઉન્ડ દરમ્યાન થરાદ-મીઠા રોડ ઉપર દેવપૂરા મુખ્ય કેનાલ ઉપર નાકાબંધી કરી હતી.

નાઇટ રાઉન્ડ દરમ્યાન પોલીસે ટાટા 709 ટેમ્પો ગાડી નંબર GJ-02-U 8996ને રોકવાનો ઇશારો કરતા ચાલકે પોતાનુ વાહન ઉભુ ના રાખતા પોલીસે તેનો પીછો કરતા તેને થોડેદૂર રોડની સાઇડમાં પોતાના કબ્જા ભોગવટાનું ટાટા 709 ટેમ્પો ગાડી મુકી ચાલક નાસી ગયો હતો. પોલીસે તપાસ કરતા તે વાહનમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ તથા બિયર ટીન નંગ.3313 કિ.રૂ. 3,31,300નો મળી આવતાં ટાટા 709 ટેમ્પો ગાડી કિ.રૂ.5,00,000 એમ કુલ કિ.રૂ. 8,31,300નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code