આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠામાં રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં ગઈકાલે અમીરગઢ ના મોટાકરઝા ગામે એક આખલો બેકાબૂ થઈ ગયો હતો અને તે સમયે ગામમાં જ રહેતા વૃદ્ધ મહિલા હેમબા ભેરસિંહ ચૌહાણને આખલાએ અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધા ને આખલાની ચુંગલમાંથી બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આ વૃદ્ધ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું.

આખલાએ વૃદ્ધા સિવાય પણ ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા. આખલાના ત્રાસથી લોકોને બચાવવા માટે આજે વહેલી સવારે ગ્રામજનો એકઠા થઇ આખલાને પકડીને ઝાડ સાથે બાંધી પાંજરાપોળ ને સોંપ્યો હતો. આખલાને પાંજરાપોળમાં સોંપતા ગ્રામજનોએ રાહત નો દમ લીધો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code