આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પગાર ધોરણ અને બઢતી સહીતના પ્રશ્નો અંગે વારંવાર રજુઆતો થતાં કોઈ ઉકેલ ના આવતા આજે જંગી સભા કરી ફરી એકવાર સરકારને ચિમકી આપી છે. સતત ત્રણ દિવસથી હડતાલને પગલે રૂટિન સેવાઓ અટકી ગઈ છે. જ્યારે ઈમરજન્સી સેવાઓ માટે તત્રંએ કરાર આધારિત કર્મચારીઓને કામે લગાવ્યા છે.

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંધ ઘ્વારા પગારધોરણ સહિત પડતર ૧૦થી વધુ માંગણીઓ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ રીતે લડત કાર્યક્રમો આપવામાં આવી રહયા છે. આ દરમ્યાન બનાસકાંઠા જીલ્લાના 13૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓ અચાનક ગત ૧પ ફેબ્રુઆરીથી અચોકકસ મુદ્દતની હળતાલ ઉપર ઉતરી ગયા છે. જેને લઇ જીલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે.

બનાસકાંઠા જીલ્લા આરોગ્ય કર્મચારીઓએ સોમવારે પાલનપુર સિવિલ હોસ્પિટલથી જીલ્લા પંચાયત સુધી વિશાળ રેલીનું આયોજન કરી સંગઠનનું શકિત પ્રદર્શન કરતા હડકંપ મચી ગયો છે. સતત ત્રણ થી ચાર દિવસથી 13૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓની હડતાલને પગલે જીલ્લાભરની રોજીંદી અને ઇમરજન્સી આરોગ્ય સેવાઓ અટકી ગઇ છે. જેના પગલે આરોગ્ય તંત્ર ઘ્વારા કરાર આધારિત કર્મચારીઓને તાત્કાલિક અસરથી ઇમરજન્સી સેવાઓમાં લગાવી દીધા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, અચોકકસ મુદ્દતની હડતાલને પગલે બનાસકાંઠા જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા ઘ્વારા રાજય આરોગ્ય વિભાગને દૈનિક રીપોર્ટ મોકલવામાં આવી રહયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code