બનાસકાંઠાઃ પાકિસ્તાનના દાંત ખાટા કરનાર જવાનના નામે ગુજરાતની એકમાત્ર કપડાં દુકાન

અટલ સમાચાર, મહેસાણા, સુઈગામ તાજેતરમાં જ પાકિસ્તાનની જમીન ઉપર જઈ એર સ્ટ્રાઈકમાં બહાદુરી દાખવનાર ભારતના વીર જવાન અભિનંદનની બહાદુરીની ભારત સહિત વિશ્વએ નોંધ લીધી છે. ત્યારે અભિનંદન ત્રણેય પાંખની સેનાના રીઅલ હીરો બની ગયા છે. તેથી જ સૈન્યની બહાદુરી પર દેશવાસીઓ પણ ગર્વ અનુભવી રહ્યા હોવાથી બનાસકાંઠાના સુઈગામમાં એક વેપારીએ પોતાની દુકાનનું નામ આ સૈન્યના
 
બનાસકાંઠાઃ પાકિસ્તાનના દાંત ખાટા કરનાર જવાનના નામે ગુજરાતની એકમાત્ર કપડાં દુકાન

અટલ સમાચાર, મહેસાણા, સુઈગામ

તાજેતરમાં જ પાકિસ્તાનની જમીન ઉપર જઈ એર સ્ટ્રાઈકમાં બહાદુરી દાખવનાર ભારતના વીર જવાન અભિનંદનની બહાદુરીની ભારત સહિત વિશ્વએ નોંધ લીધી છે. ત્યારે અભિનંદન ત્રણેય પાંખની સેનાના રીઅલ હીરો બની ગયા છે. તેથી જ સૈન્યની બહાદુરી પર દેશવાસીઓ પણ ગર્વ અનુભવી રહ્યા હોવાથી બનાસકાંઠાના સુઈગામમાં એક વેપારીએ પોતાની દુકાનનું નામ આ સૈન્યના જવાન સાથે જોડી દઈ પરાક્રમને બિરદાવી રહ્યા છે.

સુઈગામ બજારમાં જતાંની સાથે જ આપને પરાક્રમી જવાનના ફોટા સાથે અભિનંદન રેડીમેડ ફેશનવેર નામની દુકાન જોવા મળી રહી છે. આ દુકાન ચલાવનાર વેપારી લાલજીભાઈ પટેલ (ભગત) સેનાની બહાદુરીને બિરદાવવા આમ કર્યું હોવાનું કહી રહ્યા છે. જોકે, હાલમાં પંથકવાસીઓમાં એર પાયલોટ અભિનંદનની સાથે લાલજીભાઈનો રેડીમેડ ફેશનવેર દુકાન ચર્ચાનુ કેન્દ્ર બની રહી છે.