બનાસકાંઠાઃ શ્રમિક પરિવારની એકસાથે ત્રણ દિકરીઓનું અપહરણ થતાં પરિવારમાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ગઢ મુકામે ભાગીયા તરીકે કામ કરતાં શ્રમિક પરિવારની ત્રણ દિકરીઓનું એક સાથે અપહરણ થતાં પરિવારમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની વાત એવી છે કે, ગઢ ખાતે ખેતમજૂરી કરતા મૂળ કાંકરેજ તાલુકાના કુવારવા ગામના અનુપજી દેવસીજી ઠાકોર હાલ ગઢ ખાતે મનીષભાઈ ભુટકાના ખેતરમાં ભાગીયા તરીકે ખેતી કરે છે. શ્રમિક
 
બનાસકાંઠાઃ શ્રમિક પરિવારની એકસાથે ત્રણ દિકરીઓનું અપહરણ થતાં પરિવારમાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ગઢ મુકામે ભાગીયા તરીકે કામ કરતાં શ્રમિક પરિવારની ત્રણ દિકરીઓનું એક સાથે અપહરણ થતાં પરિવારમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની વાત એવી છે કે, ગઢ ખાતે ખેતમજૂરી કરતા મૂળ કાંકરેજ તાલુકાના કુવારવા ગામના અનુપજી દેવસીજી ઠાકોર હાલ ગઢ ખાતે મનીષભાઈ ભુટકાના ખેતરમાં ભાગીયા તરીકે ખેતી કરે છે. શ્રમિક પરિવાર 6 દીકરા તેમજ 6 દીકરીઓ ધરાવે છે. જોકે અનુપજી ઠાકોર અને તેમનાં પત્ની ગત શુક્રવારે બપોરના એક વાગે ખેતરમાં હતાં. ત્યારે તેમની દીકરી 19 વર્ષની બે દીકરીઓ સાથે 15 વર્ષ 3 માસની ત્રીજી દીકરી પાડોશીના વાડામાં કપડાં ધોવા ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી.

બનાસકાંઠાઃ શ્રમિક પરિવારની એકસાથે ત્રણ દિકરીઓનું અપહરણ થતાં પરિવારમાં ચકચાર
advertise

કપડાં ધોવા ગયેલી ત્રણેય દીકરીઓ મોડે સુધી ઘરે પરત ના આવતા આ દંપતીએ મોટી દીકરીના મોબાઈલ ઉપર ફોન કર્યો હતો પરંતુ ફોન પણ સ્વીચ ઓફ આવતાં આ પરિવારે શોધખોળ આદરી હતી. ત્રણેય દીકરીઓની કોઈ ભાળ ના મળતા ત્રણેય દીકરીઓના પિતા અનુપજી દેવસીજી ઠાકોરે સોમવારે મોડી સાંજે ગઢ પોલીસ મથકે ત્રણેય દિકરીઓનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી ગયા હોવાની શંકા સાથે ફરિયાદ નોંધાવી હતી. ગઢ ઈન્ચાર્જ પીએસઆઈ પી.સી.દેસાઈએ આ દીકરીઓની ભાળ મેળવવા તપાસની તજવીજ શરૂ કરી છે.