બનાસકાંઠા: તીડ નાથવા સરકારે રાજસ્થાનથી દવા છાંટવાના મશીનો મંગાવ્યા

અટલ સમાચાર,પાલનપુર બનાસકાંઠામાં તીડને લઈને તંત્રએ કવાયત હાથ ધરી છે. બનાસકાંઠામાં તીડની સમસ્યાને પહોંચી વળવા તંત્ર હરકતામાં આવ્યું છે. સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તીડનાં આતંકથી ખેડૂતો લાચાર બન્યા છે. એક તરફ તંત્ર દ્વારા દવાનાં છંટકાવ માટે સ્પ્રે પંપવાળા ટ્રેક્ટરો બોલાવવામાં આવ્યાં છે. તેમજ રાજસ્થાનથી તીડ નિયંત્રણ માટે દવા છાંટવાના મશીનો મંગાવ્યા
 
બનાસકાંઠા: તીડ નાથવા સરકારે રાજસ્થાનથી દવા છાંટવાના મશીનો મંગાવ્યા

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠામાં તીડને લઈને તંત્રએ કવાયત હાથ ધરી છે. બનાસકાંઠામાં તીડની સમસ્યાને પહોંચી વળવા તંત્ર હરકતામાં આવ્યું છે. સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તીડનાં આતંકથી ખેડૂતો લાચાર બન્યા છે. એક તરફ તંત્ર દ્વારા દવાનાં છંટકાવ માટે સ્પ્રે પંપવાળા ટ્રેક્ટરો બોલાવવામાં આવ્યાં છે. તેમજ રાજસ્થાનથી તીડ નિયંત્રણ માટે દવા છાંટવાના મશીનો મંગાવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા: તીડ નાથવા સરકારે રાજસ્થાનથી દવા છાંટવાના મશીનો મંગાવ્યા

બનાસકાંઠા જીલ્લાના વાવ-સુઇગામ-થરાદ-દિયોદર સહિતના વિસ્તારોમાં ભારે આંતક મચાવનાર તીડને નાથવા સરકાર મોડા-મોડા મેદાનમાં આવી છે. તીઢનો નાશ કરવા કેન્દ્રની 12 ટીમ કામે લગાડવામાં આવી છે. બીજી તરફ દવાનાં છંટકાવ માટે થરાદનાં રડકા, નારોલી અને અંતરોલ ગામે ટીમ કાર્યરત છે. જ્યારે રાજ્ય સરકારની 25 ટીમ પણ એક્ટિવ થઈ છે. આ સાથે સાથે ગ્રામજનો પણ ટ્રેક્ટર પર પંપથી દવાનો છંટકાવ કરી રહ્યાં છે. હજારો હેક્ટરમાં તીડ પાકનો સફાયો કર્યો છે.

બનાસકાંઠા: તીડ નાથવા સરકારે રાજસ્થાનથી દવા છાંટવાના મશીનો મંગાવ્યા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, થરાદનાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પત્રમાં તીડ નુકસાની અંગે વળતર આપવાની રજૂઆત કરી છે. જેમાં તેમણે ખેડૂતોને નુકસાની પેટે 1 લાખનું વળતર ચુકવવા કરી રજૂઆત કરી ચએ. તેમજ ખેત મજૂરોને યોગ્ય વળતર આપવા કરી અપીલ પણ કરવામાં આવી છે.

બનાસકાંઠા: તીડ નાથવા સરકારે રાજસ્થાનથી દવા છાંટવાના મશીનો મંગાવ્યા
File Photo

મહત્વનું છે કે, તીડની લગભગ 12 જેટલી પ્રજાતિઓ છે. તીડને ટૂંકા શિંગડા હોય છે. તીડનું જીવનકાળ 3થી 5 મહિના સુધીનું હોય છે. તીડનાં જીવનચક્રનાં ત્રણ તબક્કા હોય છે. તીડનું અંગ્રેજી નામ શોર્ટ હોર્નએડ ગ્રાસ હોપર છે. લેટિનમાં સિસ્ટૉસેરકા ગ્રેગરિયા કહેવાય છે. વિશ્વનાં 30 જેટલાં દેશમાં તીડ ઈંડા મુકતા હોય છે. અફ્રિકાનાં સૂકા રણમાં પણ તીડ જોવા મળતા હોય છે. તીડનું એક ઝુંડ 30 લાખ ચોરસ મીટરનાં વિસ્તારને આવરે છે. ઈટાલીમાં તીડ માટે નિયંત્રણ તેમજ અભ્યાસ માટેનું વિશ્વ કેન્દ્ર ચાલે છે.