બનાસકાંઠાઃ મહિલા આયોગના અધ્યક્ષ સ્થાને નારી અદાલતની ઉત્તર ઝોનની તાલીમ શિબિર યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને અંબાજી મુકામે ચૌધરી ધર્મશાળામાં નારી અદાલતની ઉત્તર ઝોનકક્ષાની રીવ્યું બેઠક અને તાલીમ શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે રાજય સરકાર કટિબધ્ધ છે. આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય મહિલા આયોગના પ્રયત્નોથી
 
બનાસકાંઠાઃ મહિલા આયોગના અધ્યક્ષ સ્થાને નારી અદાલતની ઉત્તર ઝોનની તાલીમ શિબિર યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર

ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને અંબાજી મુકામે ચૌધરી ધર્મશાળામાં નારી અદાલતની ઉત્તર ઝોનકક્ષાની રીવ્યું બેઠક અને તાલીમ શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે રાજય સરકાર કટિબધ્ધ છે.

આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય મહિલા આયોગના પ્રયત્નોથી 181 મહિલા અભયમ હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી રાજયમાં 89 લાખ બહેનોએ મુશ્કેલીના સમયમાં મદદ મેળવી છે. અત્યાર સુધી રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના 40 હજાર વિધાર્થીઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ધોરણ-9 થી 12માં અભ્યાસ કરતી દિકરીઓ માટે કવચ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં ગુડ ટચ અને બેડ ટચ તથા સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે.

બનાસકાંઠાઃ મહિલા આયોગના અધ્યક્ષ સ્થાને નારી અદાલતની ઉત્તર ઝોનની તાલીમ શિબિર યોજાઇ
મહિલા આયોગના સભ્ય સચિવ વીણાબેન પટેલે મહિલાઓને કાયદાકીય જાગૃતિ શિબિરનો હેતુ સમજાવી મહિલાઓ સશક્ત બને તે માટે સમાજને જાગૃત કરવા જણાવ્યું હતું. તેમણે મહિલાઓને લગતા કાયદાઓની પણ જાણકારી આપી હતી. નારી અદાલતના રાજ્યર કો-ઓર્ડીનેટર સોનલબેન ગઢવીએ જિલ્લા-તાલુકા કો-ઓર્ડીનેટર તેમજ કમિટિની બહેનોને નારી અદાલત વધુ સક્ષમ બનાવવા માટે જરૂરી સલાહ સુચનો કર્યા હતા.