બનાસકાંઠા: થરાની તપોવન વિધાલય(તાણા) ખાતે શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ
અટલ સમાચાર,થરા ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી આપવા માટે બનાસકાંઠાના થરા તાલુકાના તાણા સ્થિત તપોવન વિધાલય ખાતે શ્રધ્ધાંજલી કાર્યકમ રાખવામાં આવ્યો હતો. જેમાં થરા નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન ઠકકર, ઉપપ્રમુખ,વસંતભાઇ ઘાંઘો,તાણા ગ્રામ પંચાયતના સરપંચ,ગિરિશભાઇ પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, નિરજંનભાઇ ઠકકર, ફકીરમોહંમદ સાંચોરા, બળદેવભાઇ જોષી, સી.વી.ઠાકોર અને શાળાના પ્રમુખ પ્રકાશભાઇ રાઠોડ સહિત
Feb 15, 2019, 17:38 IST

અટલ સમાચાર,થરા
ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી આપવા માટે બનાસકાંઠાના થરા તાલુકાના તાણા સ્થિત તપોવન વિધાલય ખાતે શ્રધ્ધાંજલી કાર્યકમ રાખવામાં આવ્યો હતો. જેમાં થરા નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન ઠકકર, ઉપપ્રમુખ,વસંતભાઇ ઘાંઘો,તાણા ગ્રામ પંચાયતના સરપંચ,ગિરિશભાઇ પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, નિરજંનભાઇ ઠકકર, ફકીરમોહંમદ સાંચોરા, બળદેવભાઇ જોષી, સી.વી.ઠાકોર અને શાળાના પ્રમુખ પ્રકાશભાઇ રાઠોડ સહિત લોકો મોટી સંખ્યામાં શહીદોને શ્રધ્ધાંજલી અર્પવા હાજર રહયા હતા. શહીદ વીર જવાનોને શાળાના વિધાર્થીઓ,મહેમાનો અને શિક્ષકો ઘ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધા-સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.