બનાસકાંઠાઃ પેછડાલ સીમમાંથી રૂ.1.58 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

રામજી રાયગોરઃ અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ભરેલ ગાડી તેમજ બે આરોપીઓને પેછડાલની સીમમાંથી આગથળા પોલીસે ઝડપી લીધા હતા. જેમાં 187 દારૂની બોટલ સહિત કુલ મુદ્દામાલ દોઢ લાખ ઉપરાંતનો પોલીસ ડાયરીમાં નોંધાવા પામેલ છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની કડક સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ
 
બનાસકાંઠાઃ પેછડાલ સીમમાંથી રૂ.1.58 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

રામજી રાયગોરઃ અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ભરેલ ગાડી તેમજ બે આરોપીઓને પેછડાલની સીમમાંથી આગથળા પોલીસે ઝડપી લીધા હતા. જેમાં 187 દારૂની બોટલ સહિત કુલ મુદ્દામાલ દોઢ લાખ ઉપરાંતનો પોલીસ ડાયરીમાં નોંધાવા પામેલ છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની કડક સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ હીરાભાઈ, પરશોતમ ભમરાજી વગેરે સ્ટાફના પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન પેછડાલ ગામની સીમમાં એક સફેદ કલરની અલ્ટો કારમાં દારૂ ભરેલ હોવાની માહિતી મળી હતી. ત્યાં જઈ રેડ કરતા ગાડી ચાલક કમલેશસિંહ રવુભા વાઘેલા રહે. ઉંબરી મોટી પાર્ટી તા. કાંકરેજ જી. બનાસકાંઠા વાળો તથા રાજુભા કીતુભા સોલંકી રહે. શિહોરી ભાવાણી પાર્ટી તા. કાંકરેજ જી. બનાસકાંઠાવાળા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જેમાં વિદેશી દારૂની બોટલો નંગ-187 કિ.રૂ.18,700, ગાડીની કિ.રૂ.1,40,000 એમ કુલ મળી કિ.રૂ. 1,58,700ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. અને પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરેલ છે.