આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર મુકામે માલણ દરવાજા બહાર, પોલીટેકનીક કોલેજ સામે સરકાર દ્વારા રાજીવ આવાસ યોજના અંતર્ગત બનાવાયેલ ૨૪૦ મકાનોનું કેન્દ્રીય ખાણ અને ખનીજ રાજય મંત્રી હરીભાઇ ચૌધરીના હસ્તે કોમ્યુટર સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીઓને મકાનોની ચાવી આપવામાં આવી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રાભાઇ મોદીએ વૈશ્વિક કક્ષાએ ભારતનું માન-સન્માન, મહત્વ અને ગૌરવ વધાર્યુ છે જેનાથી દેશવાસીઓ આનંદ અને ગૌરવ અનુભવે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો મક્કમ નિર્ધાર અને સક્રિય પ્રયાસો છે કે વર્ષ ૨૦૨૨ સુધી દેશમાં કોઇપણ વ્યક્તિ એવો નહિ હોય જેની પાસે મકાન ન હોય. મંત્રીએ જણાવ્યું કે વિકાસ અને સુશાસનનાં ફળ દેશમાં છેવાડાના વ્યક્તિઓ અને વિસ્તામરો સુધી સરળતાથી અને પુરતા પ્રમાણમાં પહોંચી રહ્યાં છે.

તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરથલ મુકામે સિંચાઇ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે સરકારી માધ્યમિક શાળાના મકાનનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૧.૪૩ કરોડના ખર્ચથી નિર્માણ થનાર શાળાના આ ભવનથી આ વિસ્તારના વિધાર્થીઓને સારી સુવિધા ઉપલબ્ધ‍ બનશે.


આ પ્રસંગે મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે શિક્ષણથી જ પરિવાર અને સમાજમાં સુખ-સમૃધ્ધિ અને પ્રગતિ થાય છે ત્યારે દિકરા-દિકરીના જરાપણ ભેદભાવ સિવાય બાળકોનો સમાનતાથી ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ તો તમામ મુશ્કેલીઓનું નિવારણ થઇ જાય અને સુખી થવાય. તેમણે કહ્યું કે વિકાસના આ યુગમાં જેમણે શિક્ષણ મેળવ્યુ હશે તે જ આગળ જશે. આથી સમયને ઓળખી બાળકોને સારૂ ભણાવવાની કાળજી સૌએ રાખવી બહુ જ જરૂરી છે. મંત્રીએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તથા ગુણોત્સવ જેવા વિરાટ અભિયાનો હાથ ધરીને તેમજ ઠેર ઠેર શિક્ષણની વ્યાવપક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવી શકાયું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code