આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય ખાણ અને ખનીજ રાજય મંત્રી હરીભાઇ ચૌધરીએ પાલનપુર તાલુકાના આકેડી ખાતે તળાવો ઉંડા કરવાના કામનું ખાતમૂર્હત કરી કરાવ્યો હતો. સુજલામ સુફલામ જળ અભિયાન અન્‍વયે આજથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તળાવો, ચેકડેમો અને જળાશયો ઉંડા કરવાનું કામ વિરાટ પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કેન્‍દ્રીય ખાણ અને ખનીજ વિભાગના રાજયમંત્રી હરિભાઇ ચૌધરીએ જણાવ્યું કે ગયા વર્ષે મે મહિનામાં સુફલામ-સુફલામ જળ સંચય અભિયાન યોજવામાં આવ્યું હતું. જેને ખુબ સારી સફળતા મળતા આ વર્ષે આજથી સમગ્ર જિલ્લામાં તળાવો ઉંડા કરવા, ચેકડેમો બનાવવા, નદીઓને પુનઃજીવીત કરવા માટે વિરાટપાયે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં રૂ. ૧૩.૭૦ કરોડના ખર્ચથી કુલ- ૨૨૨૮ જળ સંચયના કામો કરવામાં આવશે. જેનાથી લાખો ઘનફૂટ વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરી શકાશે. તેમણે ઉમેર્યુ કે બાલારામ ચેકડેમ બનાવવાની મંજુરી મળી ગઇ છે જેનાથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇમાં ફાયદો થશે.

મંત્રીએ કહ્યું કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતો સમૃધ્ધ હશે તો જ દેશ સમૃધ્ધ બનશે તે બાબતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે જેનાથી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં સીધી જ સહાયની રકમ જમા કરવાની શરૂઆત થઇ છે.

મંત્રી હરીભાઇ ચૌધરીએ કહ્યું કે ભૂતકાળમાં ગુજરાતમાં વાળુના ટાળે વીજળીના ફાંફા હતા. આ સરકારે 24 કલાક થ્રી ફેઇઝ વીજ પુરવઠો પુરો પાડી અંધારા ઉલેચવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યું કે યુરીયા ખાતરની કાયમી તંગી નિવારવા ખાતરને નીમકોટેડ કરવામાં આવ્યું છે. જેથી હવે ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર મળી રહે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં ખુબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. તેમણે શરૂ કરેલ વણથંભી વિકાસયાત્રાને લીધે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે આદર્શ અને પ્રેરણાદાયી બન્યો છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી છેવાડાના લોકો સુધી વિકાસના ફળ પહોંચી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વાત માની ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી ખેતી કરવાનું શરૂ કરતા તેના ખુબ સારા પરિણામ મળ્યા છે. ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી ખેતી કરવામાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લામાં એરંડા, રાયડો, ઘઉં વગેરેની ચીલાચાલુ ખેતી થતી હતી પરંતુ કૃષિ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯સમાચાર સંખ્‍યા નં.૧૧૬ મહોત્સવના લીધે ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. મંત્રીએ કહ્યું કે છેલ્લા દોઢેક દાયકામાં બનાસકાંઠા જિલ્લાનો શૈક્ષણિક ક્ષેત્રે ખુબ સરસ વિકાસ થયો છે.

આ પ્રસંગે ગુજરાત વેરહાઉસીંગ બોર્ડના ચેરમેન મગનલાલ માળીએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં આજથી સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તળાવો ઉંડા કરવા, ચેકડેમ બનાવવા અને નદીની રેતીને ડીસીલ્ટીંગ કરવાનું કામ સમગ્ર રાજયમાં શરૂ થયું છે. તેમણે કહ્યું કે નદી અને તળાવોની કાંપની માટીને ખેડૂતો પોતાના ખેતરોમાં પાથરીને ખેતરોને ફળદ્રુપ બનાવી શકે છે. તેમણે કહ્યું કે સરકારના અથાગ પ્રયત્નોથી જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચ્યા છે. તેમણે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના પુલવામા શહીદ થયેલા વીર જવાનોને બે મીનીટનું મૌન પાળી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કલેકટર સંદીપ સાગલે, જિ.પંચાયતના સભ્ય લાલજીભાઇ કરેણ, માર્કેટયાર્ડ ચેરમેન ફતાભાઇ ધારીયા, અગ્રણીઓ સર્વ લાલજીભાઇ પ્રજાપતિ, ભગુભાઇ કુગશીયા, દિનેશભાઇ કુણીયા, પ્રવિણભાઇ પંચાલ, સિંચાઇના કાર્યપાલક ઇજનેર અને નોડલ અધિકારી આર.એન.નિનામા સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

22 Oct 2020, 3:28 AM (GMT)

COVID-19 Global Stats

41,484,632 Total Cases
1,136,335 Death Cases
30,910,875 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code