આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,અમદાવાદ

બુધવારે ગુજરાત હાઇકોર્ટે તાલાલા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભગવાન બારડની અરજી પર ચુકાદા આપતા જણાવ્યુ હતુ કે, પેટાચુંટણી યથાવત રહેશે. ગેરલાયક ઠરેલા ધારાસભ્ય ભગવાન બારડે ગુજરાત હાઇકોર્ટમાં ચૂંટણી પર સ્ટે મૂકવાની અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી છે.

હાઇકોર્ટે ભગવાન બારડની અરજી ફગાવી છે, હાઇકોર્ટે ભગવાન બારડનું ડિસક્વૉલિફિકેશન યથાવત રાખ્યું છે. કાયદા પ્રમાણે ધારાસભ્ય જ્યારથી ગેરલાયક ઠરે ત્યાર બાદ પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે. કોર્ટે નોંધ્યું કે જો રાજ્યપાલે ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા હોય તો મામલો જુદો છે. હાઇકોર્ટે ભગવાન બારડની સજા પરનો સ્ટે યથાવત રાખ્યો છે. કોર્ટે ચૂંટણી પંચની પ્રક્રિયાને પણ યોગ્ય ઠેરવી છે. હાઇકોર્ટમાં અરજી રદ થઈ હોવાના કારણે હવે ભગવાન બારડ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code