બારડોલીઃ ગાંધી મેળામાં જતા વિદ્યાર્થીઓનો ટેમ્પો પલટ્યો, 27 ઘાયલ

બારડોલીઃ કામરેજના ઓરના ગામ પાસે ડ્રાયવરે કાબુ ગુમાવતા વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો પલટતા બુમાબુમ મચી જવા પામી હતી. ટેમ્પામાં 55 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા જેમાંથી 27થી વધુ છાત્રોને ઇજાઓ થવા પામી હતી. તમામ વિદ્યાર્થીઓ કિમ ખાતે ચાલતા ગાંધી મેળામાં જતા હતા. આ વિદ્યાર્થીઓ બારડોલીના ભુવાસન બુનિયાદી શાળાના હોવાનું જાણવા મળ્યુ છે.ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા
 
બારડોલીઃ ગાંધી મેળામાં જતા વિદ્યાર્થીઓનો ટેમ્પો પલટ્યો, 27 ઘાયલ

બારડોલીઃ કામરેજના ઓરના ગામ પાસે ડ્રાયવરે કાબુ ગુમાવતા વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો પલટતા બુમાબુમ મચી જવા પામી હતી. ટેમ્પામાં 55 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા જેમાંથી 27થી વધુ છાત્રોને ઇજાઓ થવા પામી હતી. તમામ વિદ્યાર્થીઓ કિમ ખાતે ચાલતા ગાંધી મેળામાં જતા હતા. આ વિદ્યાર્થીઓ બારડોલીના ભુવાસન બુનિયાદી શાળાના હોવાનું જાણવા મળ્યુ છે.ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

બારડોલીઃ ગાંધી મેળામાં જતા વિદ્યાર્થીઓનો ટેમ્પો પલટ્યો, 27 ઘાયલ

પ્રાપ્ત થતી વિગતો અનુસાર બુધવારે સવારે કામરેજના ઓરના ગામ પાસે 55 જેટલા વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો ડ્રાઇવરે અચાકન કાબુ ગુમાવતા પલટી ખાઇ ગયો હતો. અકસ્માતમાં 27 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થતા તાબળતોબ સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લવાયા છે.