આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સમી તાલુકાના બાસપા ગામે જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. શનિવારે મોડી સાંજે ગામના ઇસમે રજા ઉપર આવેલા જવાનને ગોળી મારી દીધી હતી. જેથી રાધનપુર બાદ મહેસાણા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે રસ્તામાં જ જવાને દમ તોડી દીધો હતો.

સમીના બાસ્પા ગામના વતની અને હાલમાં રાજકોટમાં બોર્ડર વિંગમાં ફરજ બજાવતા વાઘેલા નરસંગજી ચમનજી બીમારીને લઇ બે દિવસ અગાઉ રજા પર ઘરે આવ્યા હતા. શનિવારના સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં જવાન ગામમાં પાનનાં ગલ્લા આગળ મસાલો ખાવા આવ્યો હતો. તે દરમ્યાન ગામના કનુભાઈ નાડોદા દ્વારા જૂની અદાવતને લઇ લોકોની વચ્ચે ઉભેલ જવાન પર ખાનગી રિવોલ્વર વડે પેટના ભાગે ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો. બાજુમાં ઉભેલા લોકો સહીત ફાયરીંગના અવાજને લઇ હલચલ મચી હતી. લોકોના ટોળા એકત્રિત થયા હતા અને પરિવારને ઘટનાની જાણ થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ૧૦૮ને જાણ કરી પ્રથમ રાધનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે તેમની હાલત ગંભીર હોઈ પ્રાથમિક વધુ સારવાર અર્થે મેહસાણા રીફર કરવામાં આવ્યા હતા. જોકે ગંભીર હાલતને લઇ રસ્તામાં જ તેમનું મોત થવા પામ્યું હતું. ઘટનાને પગલે એસપી,ડીવાયએસપી સહીત પોલીસનો કાફલો ગામમાં દોડી આવ્યો હતો. મૃતકના ભાઈ વાઘેલા ઉમેદસિંહે ફાયરીંગ કરનાર ઇસમ કનુભાઈ શંકરભાઈ નાડોદા સામે સમી પોલીસ મથકમાં ફરિયાદ નોધાનોં હતી. કનું નાડોદા ફરાર થઇ ગયા બાદ પોલીસે આરોપીના ઘરમાં તપાસ કરતા ઘરમાંથી પોલીસને દેશી બનાવટની બંદુક,બે દેશી તમંચા અને છરા તેમજ દારુ ગોળો મળી આવ્યો હતો.

સમી પીએસઆઈ એચ એલ જોશીએ જણાવ્યું હતું કે ભાઈના નિવેદન આધારિત કનું નામના શખ્સ સામે ગુનો નોધ્યો છે અને ટીમો બનાવી તેની શોધખોળ હાથધરી છે. હાલમાં પ્રાથમિક દ્રષ્ટીએ આ ફાયરિગ જૂની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે અને જવાન પર આરોપી દ્વારા બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં તેમનું ગોળી વાગતા સારવાર દરમ્યાન મોત થવા પામ્યું છે. ગામમાં વાતાવરણ શાંત રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે

20 Sep 2020, 11:21 AM (GMT)

COVID-19 Global Stats

31,024,156 Total Cases
962,064 Death Cases
22,622,389 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code