આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી, (ભુરાજી ઠાકોર)

બેચરાજી નજીક આવેલા માર્ગ મકાનના પુલ ઉપર રિલાયન્સ કંપનીએ ચણતર કરી કેબલ પાથરી દીધો હતો. જેની જાણ થતાં તાત્કાલિક સિમેન્ટ કોંક્રિટનુ બાંધકામ તોડવા માર્ગ મકાને તજવીજ હાથ ધરી હતી. નોટીસને પગલે ખાનગી દબાણકર્તાએ છેવટે બ્રિજ ઉપરથી સ્વયં દબાણ હટાવતા માર્ગ મકાને હાશકારો અનુભવ્યો છે.

બેચરાજીથી સાંપાવાડા માર્ગ પર માર્ગ મકાન(પંચાયત) ઘ્વારા નાનકડો ઓવરબ્રિજ તૈયાર કરી માર્ગ મકાન(રાજય)ને સોપેંલો છે. આ દરમ્યાન ખાનગી કેબલ કંપની ઘ્વારા ઇન્ટરનેટ માટેની લાઇન ઉભી કરવા બ્રિજ ઉપર કેબલ પાથર્યો હતો. કેબલને સિમેન્ટ કોંક્રીટથી ઢાંકી દેતા દબાણનો પ્રશ્ન ઉભો થયો હતો. સમગ્ર મામલે માર્ગ મકાન(રાજય) ઘ્વારા લાલ આંખ કરતા કંપનીએ સ્વયં દબાણ દૂર કર્યુ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code