બાયડ: રોડમાં ભ્રષ્ટાચારની ફરીયાદ માટે નુસખો, સત્તાધિશો સામે સવાલો

અટલ સમાચાર, બાયડ બાયડ તાલુકાના ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. પંથકના જાગૃત નાગરિક પતરાના ડબ્બા સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આવેદનપત્રમાં જાણાવાયુ છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ 3.5 કિલોમીટરના એપ્રોચ રોડના થોડો સમયમાં ઉબડ-ખાબડ બનતા અને રોડ પરથી ડામર ઉખડી જઈ
 
બાયડ: રોડમાં ભ્રષ્ટાચારની ફરીયાદ માટે નુસખો, સત્તાધિશો સામે સવાલો

અટલ સમાચાર, બાયડ

બાયડ તાલુકાના ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. પંથકના જાગૃત નાગરિક પતરાના ડબ્બા સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આવેદનપત્રમાં જાણાવાયુ છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ 3.5 કિલોમીટરના એપ્રોચ રોડના થોડો સમયમાં ઉબડ-ખાબડ બનતા અને રોડ પરથી ડામર ઉખડી જઈ ધૂળની ડમરીઓ ઉડતા રોડના કામમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ધરમડી વાંટા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગાબટ સીમથી જીતપુર વાંટા સુધીના માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયો છે. ગાબટ ગામના સિરાજ મોડાસીયા ધરમડી વાંટા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જીતપુર વાંટાથી ગાબટ સીમ સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ બનાવવવામાં આવ્યો હતો. કુલ 3.5 કિલોમીટરના એપ્રોચ રોડના થોડો સમયમાં ઉબડ-ખાબડ બનતા અને રોડ પરથી ડામર ઉખડી જઈ ધૂળની ડમરીઓ ઉડતા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થતા ચકચાર મચી ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જાગૃત નાગરિકે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ગ્રામપંચાયત અને રાજકીય પદાધિકારીઓએ મીલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સાથે રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચારના કસુરવારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. જીલ્લા સેવાસદનમાં પતરાના ડબ્બા ઉપર ‘બાયડ પંચાયતમાં રોડમાં થયેલ ભ્રષ્ટાચાર બાબત’ અને ‘આર એન્ડ બી દ્વારા થયેલ ભ્રષ્ટાચાર બાબત’ ના સૂત્રો સાથે સિરાજ મોડાસિયાએ ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રજૂઆત કરી છે.